Shalini Agrawal Collector VDR

વડોદરા કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી વધારીને ૧૫ કરાશે: જિલ્લા કલેકટરશ્રી

Shalini Agrawal Collector VDR
  • જિલ્લા કલેકટરશ્રીની સૂચના:જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હયાત ૪ કૉવિડ કેર સેન્ટરમાં ૩ નવા ઉમેરી ૭ કરાશે
  • પથારીની સંખ્યા ૧૨૦ થી વધારીને ૩૯૦ કરાશે
  • કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી વધારીને ૧૫ કરાશે
  • ઉપલબ્ધ પથારીઓની સંખ્યા ૨૦૦ થી વધારીને ૩૯૩ કરાશે

વડોદરા, ૨૩ સપ્ટેમ્બર :જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મંગળવારે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રો ના તબીબી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. તેમણે ખાસ કરીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કૉવિડની સારવાર મળી રહે અને દર્દીઓને વડોદરા સુધી લાવવા ના પડે તે માટે માન્ય કૉવીડ હોસ્પિટલો અને તેમાં ઉપલબ્ધ પથારીઓની સંખ્યામાં અને કૉવીડ કેર સેન્ટરો તેમજ તેમાં ઉપલબ્ધ પથારીઓ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કૉવિડ સારવાર સુવિધા અને ક્ષમતા વધારવાના આ આયોજનને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં સાકાર કરી દેવા ખાસ સૂચના આપી હતી.

Shalini Agrawal Video conference

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપેલી જાણકારી અનુસાર હાલમાં જિલ્લામાં વડોદરા,ડભોઇ,પાદરા અને સાવલી તાલુકાઓમાં,પ્રત્યેકમાં એક પ્રમાણે ૪ હયાત કૉવિડ કેર સેન્ટર છે જેની બેડ કેપેસિટી ૧૨૦ છે. જિલ્લા કલેકટરશ્રીની સૂચના પ્રમાણે હવે કરજણમાં એક,શિનોરમાં એક અને સાવલીમાં વધુ એક મળી કુલ ૩ નવા કૉવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવતાં સંખ્યા વધીને ૭ થશે.

જિલ્લામાં હાલમાં કૉવિડ કેર સેન્ટરમાં વડોદરા તાલુકામાં ૬૦,ડભોઇમાં ૨૦,પાદરામાં ૧૫ અને સાવલીમાં૨૫ મળીને કુલ ૧૨૦ પથારીની સંખ્યા છે. નવા આયોજન હેઠળ વડોદરા તાલુકામાં હયાત સેન્ટરમાં ૪૦,કરજણના નવા સેન્ટરમાં ૩૦,ડભોઇના હયાત સેન્ટરમાં ૮૦,પાદરાના હયાત સેન્ટરમાં ૧૫,શિનોરમાં નવા સેન્ટરમાં ૩૦ અને સાવલીના નવા સેન્ટરમાં ૭૫ મળીને બેડ કેપેસિટીમાં ૨૭૦ નો વધારો કરવામાં આવશે.આમ,ગ્રામ વિસ્તારના ૭ કૉવિડ કેર સેન્ટરમાં ૪૯૦(૧૨૦+૨૭૦) પથારીઓ ઉપલબ્ધ થતાં ગ્રામ વિસ્તારમાં કૉવિડ કેરની સુવિધાઓના વિસ્તરણથી સહુલીયત વધશે.

loading…

જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હાલમાં કૉવિડ ની સારવાર માટે વડોદરા તાલુકામાં ૨,કરજણમાં ૨,ડભોઇમાં ૧ અને પાદરામાં ૩ મળીને કુલ ૮ માન્ય હોસ્પિટલો છે.વડોદરા તાલુકામાં ૪૨,કરજણમાં ૬૮,ડભોઇમાં ૨૦,પાદરામાં ૭૦ પથારી મળી આ માન્ય હોસ્પિટલોમાં બેડ કેપેસીટી ૨૦૦ ની છે. વિસ્તરણ આયોજન હેઠળ વડોદરા તાલુકામાં ૨,કરજણમાં ૧,ડભોઇમાં ૧,પાદરામાં ૧ અને શિનોરમાં ૨ મળી કુલ ૭ નવી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા મળતા,માન્ય હોસ્પિટલો ની સંખ્યા વધીને કુલ ૧૫( ૮+૭) થશે.

માન્ય હોસ્પિટલોની બેડ કેપેસિટીમાં વડોદરા તાલુકામાં ૬૦,કરજણમાં ૨૬,ડભોઇમાં ૨૨ ,પાદરામાં ૫૫ અને શિનોરમાં ૩૦ મળીને ૧૯૩ નો વધારો થતાં,કુલ ૩૯૩(૨૦૦+૧૯૩) બેડ સારવાર માટે ઉપલબ્ધ બનશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું છે કે આ મહિના ના અંત સુધીમાં કલેકટરશ્રીની સૂચના પ્રમાણે કૉવિડ કેર અને સારવાર સુવિધાના વિસ્તરણ ની આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે.

Reporter Banner FINAL 1