Shalini Agrawal Meeting covid

જિલ્લા કલેકટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની કરી સમીક્ષા

Shalini Agrawal Meeting covid
  • જિલ્લા કલેકટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી ગ્રામ વિસ્તારમાં કોવિડની પરિસ્થિતિની કરી વિગતવાર સમીક્ષા
  • હાઈ રિસ્ક વિસ્તારોમાં ધન્વંતરિ રથ દ્વારા ઓપીડી અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે
  • પાદરામાં ફરીથી સુપર સ્પ્રેડર શોધી ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાશે
  • કોવિડ કેર સેન્ટર અને માન્ય કૉવિડ દવાખાનાઓ અને ઉપલબ્ધ પથારીની સંખ્યા વધારવાનું આયોજન

વડોદરા, ૨૩ સપ્ટેમ્બર:જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મંગળવારે તાલુકા આરોગ્ય અમલદારો અને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રના તબીબી અઘિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં કોવિડની પરિસ્થિતિ,સારવાર સુવિધાઓ,ધન્વંતરિ રથો દ્વારા થઈ રહેલી કામગીરી,રેપિડ સર્વે ના સાતમા રાઉન્ડ હેઠળ આરોગ્ય કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને ,કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હોમ આઈસોલેશન મેનેજમેન્ટ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

તેમણે આરોગ્ય સેતુ એપ પ્રમાણે જિલ્લાના જે વિસ્તારો હાઈ રિસ્ક એરિયા તરીકે ઓળખવામાં આવ્યા છે તે વિસ્તારોમાં ધન્વંતરિ રથો દ્વારા ઓપીડી અને એન્ટીજન ટેસ્ટની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લામાં કાર્યરત કોવિડ કેર સેન્ટરો તેમજ સારવાર માટે માન્ય દવાખાનાઓ અને તેના હેઠળ ઉપલબ્ધ પથારીની સંખ્યામાં વધારો કરી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વિસ્તારિત સુવિધા કાર્યરત કરી દેવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ પાદરા શહેરમાં સુપર સ્પ્રેડરની ઓળખ અને સ્ક્રીનીંગનું અભિયાન વધુ એકવાર હાથ ધરવા જણાવ્યું હતું.

loading…