Tanuja Kansal WR 1209

પશ્ચિમ રેલ્વેના કોરોના યોદ્ધાઓની વિધવાઓ ને સંવેદના રાશિ

Tanuja Kansal WR 1209

પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠન ની અધ્યક્ષા દ્વારા પશ્ચિમ રેલ્વેના કોરોના યોદ્ધાઓની વિધવાઓ ને સંવેદના રાશિ

અમદાવાદ,૧૨ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન હંમેશાં પશ્ચિમ રેલ્વેના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરતી રહે છે. કોવિડ -19 રોગચાળાના સંકટ સમયે પણ રેલવેના ફ્રન્ટલાઈન કામદારોની સહાય અને પ્રોત્સાહનનો આ સિલસિલો ચાલુ રહ્યો છે. પશ્ચિમ રેલ્વેના 15 ફ્રન્ટલાઈન કોરોના લડવૈયાઓની વિધવાઓને સહાયતા અને સમર્થન ના પ્રતીક રૂપે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ દ્વારા ‘સંવેદના રાશી’ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠન ની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ દ્વારા પશ્ચિમ રેલ્વેના 15 ફ્રન્ટલાઈન કર્મચારીઓની પ્રત્યેક વિધવા મહિલાઓને રૂ. 5000 / – રૂ ની સહાય પૂરી પાડવામાં આવી. તે ખૂબ જ દુખ અને દુર્ભાગ્યપૂર્ણ હતું કે આ કોવિડ રોગચાળા દરમિયાન, આ કર્મચારીઓ એ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતી વખતે તેમના જીવ ની બાજી લગાવી દીધી. આ કર્મચારીઓ વિવિધ ક્ષેત્રોના હતા જેમાં ટિકિટ ચેકિંગ, ટિકિટ બુકિંગ, લોકો પાઇલટ્સ, ગાર્ડ્સ, ફીટર્સ, ટેકનિશિયન, ટ્રેકમેન વગેરેનો સમાવેશ થાય છે. શ્રીમતી કંસલના નેતૃત્વમાં પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠને ખાતરી આપી કે સમર્પણ અને મહેનતની ભાવના ધરાવતા રેલ્વે કર્મચારીઓને આ સંગઠન હંમેશા મદદ કરવા તત્પર રહેશે. પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંસ્થા આવા સમર્પિત કર્મચારીઓને સલામ કરે છે. સંગઠન ની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ અને કાર્યકારી સમિતિના સભ્યોએ રેલવે કર્મચારીઓને આપત્તિ વાળી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સશક્ત અને આત્મવિશ્વાસ બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

શ્રીમતી તનુજા કંસલે આ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોવિડ રોગચાળોનો સમય હોય કે કુદરતી આપત્તિ અથવા ગંભીર બીમારીનો સમય હોય, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન હંમેશા રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે સહાનુભૂતિ રાખે છે અને તે મુશ્કેલ સમયમાં તેમના સુધી પહોંચીને મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન, અમારા કોરોના લડવૈયાઓએ તેમના જીવનની પરવા કર્યા વિના સંપૂર્ણ નિષ્ઠા સાથે તેમની ફરજો નિભાવી છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમાંથી કેટલાકને તેમની ફરજો નિભાવતી વખતે કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

તેમને કહ્યું કે સંગઠન આવા બહાદુર કર્મચારીઓ ને સ્લામ કરે છે અને તેમના પરિવાર સાથે સદાય રહીશું.શ્રીમતી કંસલે કહ્યું આ કર્મચારીઓ ની પત્નીઓ ને હમેશા ધૈર્ય અને દ્રઢતા સાથે પોતાના પતિઓને સાથ આપ્યો છે અને આજે પણ તેજ સાહસ અને શક્તિ સાથે તેઓ તેમના પરિવાર ની દેખભાળ ની જવાબદારી ઉઠાવી રહી છે.

શ્રી ઠાકુરે જણાવ્યું કે આ 15 કોરોના યોદ્ધાઓની દરેક વિધવા મહિલાઓને વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા 5000 રૂપિયા ની આર્થીક સહાયતા આપવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠને ભવિષ્ય માં પણ પશ્ચિમ રેલ્વે બિરાદરી ને હંમેશા પોતાનું પૂર્ણ સમર્થન અને સહયોગ આપવાનું આશ્વાસન આપ્યુ છે.

loading…