Ria 12

ડ્રગ્સ એંગલમાં સામે આવ્યુ સારા અલી ખાનનું નામ,ક્લિક કરી જાણો રિયા ચક્રવર્તીએ શું કર્યો ખુલાસો?

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૨ સપ્ટેમ્બર:સુશાંતસિંહ રાજપૂત મોત કેસ સાથે સંડોવાયેલા ડ્રગ્સ એંગલમાં રિયા ચક્રવર્તીએ કેટલાક બોલીવુડ સિતારાઓના નામ લીધા છે.જેમા છોટે નવાબ તરીકે ઓળખાતા સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું નામ પણ શામેલ છે. એનસીબી ખુબ જલ્દી જ સારાને પૂછપરછ માટે સમ્મન મોકલી શકે છે.સારા સિવાય ડિઝાઈનર સિમોન ખંબાટા, સુશાંતની મિત્ર રોહિણી અય્યર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનું નામ પણ સામે આવી રહ્યું છે,રિયાએ પોતાના નિવેદનમાં ઘટસ્ફોટ કર્યો છે કે સારા અને સુશાંત બંને સાથે ડ્રગ્સ લેતા હતા. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે

loading…

તેણે NCBને 25થી 30 બોલીવુડ સેલિબ્રિટીસના નામ આપ્યા છે.સારાએ વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. કેદારનાથમાં સારા સાથે મેઈન લીડમાં સુશાંતસિંહ રાજપૂત હતા.ત્યારબાદ બંને વેકેશન કરવા ગયા અને ત્યા ડ્રગ્સ કર્યુ હોવાની ચર્ચાએ હાલ જોર પકડ્યુ છે.સારાનું નામ સામે આવતા સોશલ મીડિયા પર સારા સામે લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

Banner City