Surat safai

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦:ભારતમાં સ્વચ્છતાની દ્ષ્ટિએ સુરત બીજા ક્રમે

Surat safai

રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

સૂરતઃગુરૂવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ ૨૦૨૦ ના જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં નર્મદ નગરી સુરતની બીજા નંબરે પસંદગી પામતા અભિનંદન પાઠવ્યા છે. દેશના પ્રથમ ૧૦ મહાનગરોમાં ગુજરાતના ૪ મહાનગર ને સ્થાન મળ્યું છે.


કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું અને દસમું સ્થાન મેળવ્યું છે તેને મુખ્યમંત્રીશ્રી એ બિરદાવ્યા હતા.

Surat safai 2


મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતા, મહાનગરોના મેયરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કમિશનરશ્રીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હમેશા આગ્રહી હતા. લોકલાડીલા અને ગુજરાતી એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીબાપુના આ અભિયાનને સ્વછાગ્રહ ના જન આંદોલન થી આગળ વધાર્યુ છે


ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારી છે અને ગુજરાતના શહેરો સ્વચ્છ સર્વેક્ષણ માં પ્રથમ દસમા સ્થાન પામ્યા છે તેનો હર્ષ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક છે. ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ વધારનારા બનશે.


રાજય આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણીએ સુરતના સર્વ પ્રજાજનોનો આભાર વ્યકત કરી, આગામી વર્ષે સુરત શહેર પ્રથમ સ્થાન માટે સૌનો સહકાર મળી રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.


યશના અધિકારી સુરતીઓ છે
સુરત શહેર મેયર ડો. જગદીશ પટેલ હર્ષની લાગણી અનુભવતા કહે છે કે, ખિતાબ બદલ સુરતી તરીકે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ યશના અધિકારી સુરતીઓ છે. પદાધિકારીઓ, અધિકારીઓ અને સફાઇ કર્મીઓ છે. સુરતીઓની તપસ્યાનું પરિણામ છે. સૌ અભિનંદનના અધિકારી છે. સ્વચ્છતામાં ગત વર્ષે ૧૪ ક્રમ હતો. ત્યાર થી જ પ્રયત્નશીલ હતા. જેનું પરિણામ મળ્યું છે.
સાચા હકકદાર સફાઇ કામદારોથી લઇને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ
સુરત મહાનગર પાલિકા કમિશનર શ્રી બછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં સેકન્ડ બેઇઝડ કલીનેશ સીટી તરીકે પસંદગી પામ્યુ છે. ત્યારે સુરત શહેરના નગરજનોને અભિનંદન. સ્વચ્છતાના સાચા હક્કદાર સફાઇ કામદારોથી લઇને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ,પાર્ટનર ઓર્ગેનાઇઝેશન અને મીડિયા તમામને શ્રેય જાય છે.

સુરત ફાઇવ સ્ટાર તરીકે ઓળખાય છે. આ એક એવું શહેર છે, જયાં કચરાથી કલ્ચર મળે છે. ફાઇવ સ્ટાર કેટેગરીના શૌચાલયો છે. જેને પ્લસ પ્લસ ઓડીએફનો ખિતાબ પણ મળ્યો છે. શહેરમાં ગંદા પાણીથી રૂા.૧૪૦ કરોડની આવક પણ મળે છે. કન્ટેનર ફ્રી કે રાત્રિ સફાઇ હોય કુ સ્વચ્છતા અનુદાન સ્કીમ હોય સુરત આગામી દિવસોમાં સ્વચ્છતાની દ્ષ્ટિએ નંબર વન શહેર બને તેવા અમારા પ્રયાસો રહેશે.