6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Train 1910

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે25 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ શરૂ થશે 

અમદાવાદ, ૧૯ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, જામનગરથી તિરુનેલવેલી વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન 6 નવેમ્બર 2020 થી આગળની સૂચના સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09578/09577 જામનગર- તિરુનેલવેલી સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)

ટ્રેન નં. 09578 જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન 6 નવેમ્બર 2020 થી દર શુક્રવારે અને શનિવારે રાત્રે 21.00 કલાકે જામનગરથી ઉપડશે,તે જ દિવસે રાત્રે 22.31 વાગ્યે રાજકોટ આવશે અને તિરુનેલવેલી ત્રીજા દિવસે રાત્રે 22.10 વાગ્યે પહોંચશે.આવી જ રીતે પરત મુસાફરી દરમિયાન ટ્રેન નં. 09577 તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન 9 નવેમ્બર 2020 થી પ્રત્યેક સોમવાર તથા મંગળવારે, તિરુનેલવેલી થી સવારે 07.35 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 03.36 વાગ્યે રાજકોટ અને સવારે 05.15 વાગ્યે જામનગર પહોંચશે.

બંને દિશામાં પ્રવાસ દરમિયાન આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઇસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરિ, મડગાંવ, કારવાર, ઉડુપી, મેંગ્લોર, કસારગોડ, કન્નુર, કોઝિકોડ, શોરનુર, થ્રિસુર,, અલુવા, અર્નાકુલમ, અલેપ્લી, કયાનકુલમ તિરુવનંતપુરમ, પારશાલા, નાગરકોવિલ ટાઉન અને વલ્લીય સ્ટેશનો પર રોકાશે.

વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.

આ ટ્રેન સંખ્યા 09578 નું આરક્ષણ નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર થી 25 ઓક્ટોબર, 2020 થી શરૂ થશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

******

loading…