Jamnagar shop seal

Social distance: જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરતી ચા પાન ની દુકાનો સીલ કરતું તંત્ર.

Social distance: જામનગર માં છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 21 દુકાનો સીલ કરવામાં આવી હતી.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ એપ્રિલ:
Social distance: જામનગર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરતા અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી તેમજ હોટલ તથા દુકાનો સામે સીલીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જામનગર માં છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 21 દુકાનો સીલ કરવામાં આવી હતી.
  

Whatsapp Join Banner Guj

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણની ચેઈન તોડવા માટે જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુકત કામગીરી અંતર્ગત શહેરમાં ચા ની હોટલો અને પાન-મસાલાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સીંગ (Social distance)ના પાલન ન કરવા સબબ કડક કાર્યવાહીમાં છેલ્લાં 24 કલાક દરમિયાન મહાપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસના સંયુકત ઉપક્રમે સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ કરતી જામનગર ના અંબર સિનેમા સામે ત્રણ ચા ની હોટલ તેમજ લીમડા લાઇન ખાતે તુલસી હોટેલ સહિત 21 ચા અને પાન-મસાલાની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ADVT Dental Titanium

આ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સીંગ (Social distance)નું પાલન થતું ન હોય અને લોકો માસ્ક ન પહરેતા હોવાથી આ દુકાનો સીલ કરવામાં આવી છે. 22 માર્ચથી 21 એપ્રિલ સુધીના સમય દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી અંતર્ગત માસ્ક અંગેના કુલ 509 કેસમાં રૂા.5,22,300 નો દંડ વસૂલ કર્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના કુલ 1916 કેસમાં 5,59,940 ની રકમ દંડપેટે વસૂલવામાં આવી હતી. આમ, એક માસ દરમિયાન કુલ 2425 કેસ નોંધી રૂા.10,82,240 ની રકમ વસૂલવામાં આવી છે તેમજ એસ્ટેટ શાખા દ્વારા કુલ 106 મિલકતો સીલ કરવામાં આવી હતી અને કોવિડ ગાઈડલાઈનના ભંગ સબબ 236 દુકાનો સીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Reliance Jio પોતાના યૂઝર્સને બેસ્ટ બેનિફિટ વાળા પ્લાન્સનું લાંબી લિસ્ટ ઓફર કરી રહ્યું છે, જાણો ટોપ-3 પ્લાન વિશે