water tank 5

પ્રધાનમંત્રી દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ ગામ ૨૦૧૨નો ખિતાબ મેળવનાર સાંધા ગામ (Sandha village) માં પાણી પુરવઠાની ઉત્તમ કામગીરી

water cow

વિશ્વ જળ દિવસે: સાંધા (Sandha village)ની સફળતા દરેક ઘરમાં નળથી પાણીની વ્યવસ્થાનો રાહ ચીંધે છે

ગુજરાતમાં જળ જીવન મિશન અંતર્ગત સરકારના ‘નળથી જળ’ સંકલ્પની સફળતા: શિનોરના છેવાડાના ગામ સાંધા (Sandha village)માં ૧૦૦ ટકા ઘરોમાં નળ દ્વારા સ્વચ્છ પાણીની વ્યવસ્થા થઈ સાકાર

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૨ માર્ચ:
૨૨ માર્ચના રોજ ઉજવવામાં આવતા વિશ્વ જળ દિવસને અનુલક્ષીને ગ્રામ્યજનોને જળનો પુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકારના જળ જીવન મિશન અંતર્ગત, સરકાર દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. વડોદરા જિલ્લામાં આવેલા શિનોર તાલુકાના છેવાડાનું (Sandha village)ગામ સાંધા, સરકારની દરેક ઘરના ‘નળ થી જળ’ સંકલ્પનાનું એક સફળ ઉદાહરણ છે.

સાંધા ગામ (Sandha village)ને ૨૦૧૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કારથી ‘નિર્મળ’ ગામ તરીકે નવાજવામાં આવ્યું તથા ૨૦૧૨માં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સાંધા ગામ (Sandha village)ના સરપંચ સુજાતા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગામમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ દ્વારા સ્વચ્છ પાણી આવે છે. પહેલા મહિલાઓને દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ હવે દરેક ઘરમાં સ્વચ્છ પાણીના નળની વ્યવસ્થા થઈ ગઈ છે.

સાંધા ગામ (Sandha village)ના રહીશ સંદીપ પટેલ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અગાઉ ૧૩૨ ઘરમાં નળના કનેક્શન હતા જે વધીને હવે ૧૮૬ ઘરમાં પાણીના કનેક્શન થઈ ગયા છે, અગાઉ ૨૦,૦૦૦ લિટરની પાણીની ટાંકી હતી જે હવે ૬૦,૦૦૦ લિટરની કરવામાં આવી છે. WASMO દ્વારા રૂ.૧૧ લાખના ખર્ચે અને રૂ. ૧,૧૦,૦૦૦ ના લોકફળા સાથે દરેક ઘરમાં નળની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાઇપલાઇન, વાલવ સિસ્ટમ તથા વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારની આ યોજના ફક્ત ઘર સુધી સીમિત નથી. દરેક નળમાં સ્વચ્છ પાણી પૂરું પાડવા આ યોજના અંતર્ગત સાંધા ગામની સ્કૂલ તથા આંગણવાડીમાં પણ સ્વચ્છ પાણી આપવામાં આવે છે. તેમજ ગામમાં પશુઓને પાણી પીવા માટે બે બે હવાડા બનાવવામાં આવ્યા છે જે હવે પાણીથી છલોછલ રહે છે.

ADVT Dental Titanium

‘જળ એજ જીવન’ ફક્ત વાક્ય નહિ પરંતુ વાસ્તવિકતા છે અને જળ વિનાનું જીવન અશક્ય છે. તેથી જ રાજ્યના દરેક ઘરમાં સ્વચ્છ પાણી મળે તે અર્થે સરકારે આ યોજના અંતર્ગત અનેક ઘરોને દરેક ઘરના ‘નળમાં જળ’ ની એક અમૂલ્ય ભેટ આપી છે. વડોદરા જિલ્લા એ ગ્રામ વિસ્તારના ત્રણ લાખથી વધુ ઘરોને પ્રધાનમંત્રી પ્રેરિત નલ સે જળ ના આયોજન થી સાંકળી લીધાં છે.હવે ત્રણ હજાર બાકી ઘરોને નળ જોડાણ આપી જિલ્લો ૧૦૦ ટકાની યશસ્વી સિદ્ધિની સાવ સમીપ પહોંચી ગયો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…કોરોનાના કેસને લઇ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, સાથે જ હોળી દહન(Holi dahan)ની ગાઇડલાઇન સહિત આપી મંજૂરી પણ ધૂળેટીની મનાઇ