Water fountain

વિશ્વ જળ દિવસ: પંચ જળ સેતુ દ્વારા સમતોલ જળ વ્યવસ્થાપન (Water supply)ની દિશા દર્શાવે છે વડોદરા જિલ્લો

water supply

પાણી પુરવઠા યોજનામાં (Water supply) સૂર્ય ઉર્જાના ઉત્પાદન જેવા નવતર અને બહુઆયામી પ્રયોગોમાં વડોદરા જિલ્લો અગ્રેસર

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૨ માર્ચ:
મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી થશે જેનો હેતુ બહુમૂલ્ય પાણીને સ્વચ્છ રાખવા, કરકસરથી વાપરવા અને તેનો બગાડ અટકાવવાનો સંદેશ આપવાનો છે. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના નેતૃત્વ હેઠળ વડોદરા જિલ્લામાં પંચ જળ સેતુ આયોજન હેઠળ (Water supply) જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનનું નમૂનેદાર અને રાહ ચિંધનારું વ્યાપક કામ થયું છે.

વડોદરા જિલ્લાએ પાણી પુરવઠા (Water supply) યોજનાઓની ટાંકીઓને સૂર્ય વીજળી ઉત્પાદનના કારખાના જેવી બનાવીને રાહ ચીંધી છે તો સરકારી શાળાઓની છતો પરથી વરસાદના પાણીને જમીનમાં ઉતારી ખાલી ભૂગર્ભ જળ ભંડાર ભરવાનો ખૂબ ઉપયોગી પ્રયત્ન કર્યો છે. વડોદરાના આ પ્રયોગો માર્ગદર્શક બન્યા છે.

ADVT Dental Titanium

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક ઘરને નળથી જળ (Water supply) આપવાની વ્યવસ્થા કરવાનું આહવાન કર્યું છે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી રાજ્યમાં આ પ્રોજેક્ટના અમલની ખૂબ ઝડપી કામગીરી થઇ છે એવી લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે ,વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં નલ સે જળ નું આયોજન ૯૯ ટકા સાકાર થઈ ગયું છે. ત્રણ લાખથી વધુ ઘરોને નળ જોડાણ અપાઈ ગયું છે.હવે ત્રણ હજાર ઘરોને નળ જોડાણ આપીને જિલ્લાને ૧૦૦ ટકા નળ જોડાણ વાળો જિલ્લો બનાવવાની કામગીરી થઇ રહી છે.રાજ્ય સરકારે તેના માટે જરૂરી નાણાં ફાળવી દીધા છે. નળ થી જળ ના અભિયાનમાં લોકભાગીદારી જોડવામાં આવી છે. ઘણાં ગામોની પાણી સમિતિઓનો સંપૂર્ણ વહીવટ મહિલાઓ કરે છે.સમિતિઓને આત્મ નિર્ભર બનાવવા સ્કીમનું આયોજન, અમલીકરણ, સમારકામ અને જાળવણી, પાણી વેરાની વસુલાત જેવી જરૂરી તાલીમ આપવાના સારા પરિણામો મળી રહ્યા છે.

રાજ્ય સરકારે વડોદરા જિલ્લા પર વિશેષ ઉદારતા દાખવી છે.જિલ્લા પ્રશાસન દ્વારા દરેક ગામને ગુણવત્તાવાળું સરફેસ વોટર મળે અને ભૂગર્ભ જળ ભંડાર સચવાય તે માટે નર્મદા નદી,નર્મદા નહેર,મહી નદી જેવા સપાટી પરના જળ સ્ત્રોત આધારિત દરેક તાલુકા માટે રૂ.૮૦ થી ૧૫૦ કરોડની પાણી પુરવઠા યોજનાઓ બનાવી છે જેના માટે સરકારે પૂરતાં નાણાં ફાળવ્યા છે. દેશ અને રાજ્ય સૂર્ય શક્તિને વીજળી ઉત્પાદનનો સ્ત્રોત બનાવવામાં અગ્રેસર છે તેવા સમયે વડોદરા જિલ્લાએ મુખ્યત્વે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટેની પાણી પુરવઠા યોજનાઓ (Water supply) સાથે સૂર્ય ઊર્જા ઉત્પાદનને સાંકળી લેવાની નવી દિશા સૂર્ય જળ પ્રકલ્પ દ્વારા દર્શાવી છે.
તેના હેઠળ જિલ્લાના ૨૨ ગામોની ગગનચુંબી પાણીની ટાંકીઓ પર સોલર પેનલ લગાવી જાણે કે સૂર્ય વીજળીના કારખાના સ્થાપિત કરવામાં આવ્યાં છે.

water supply

જિલ્લા કલેકટર કહે છે કે તેના પરિણામે અત્યાર સુધી માત્ર વીજળી વાપરતી ગ્રામીણ પાણી પુરવઠા (Water supply) યોજનાઓ હવે વીજળી નું ઉત્પાદન કરતી થઈ છે.વીજ ખર્ચમાં બચત આ યોજનાઓને વધુ મજબૂત બનાવે છે.મોબાઈલ એપ થી ટાંકી પરની પેનલો થી દર કલાકે પેદા થતી અને ગ્રીડમાં જતી વીજળીનું મોનીટરીંગ થાય છે.પેનલોની સફાઈ માટે ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ બેસાડવામાં આવી છે.આમ,જળ શક્તિ અને સુર્ય શક્તિનો સુભગ સમન્વય વડોદરા જિલ્લામાં જોઈ શકાય છે.

તો વર્ષા જળ નિધિ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના ગામોની એક હજાર શાળાઓની છતો વરસાદના પાણીને જમીનમાં ઉતરવાની સાથે બાળકોને જળ સંસ્કારનું પ્રશિક્ષણ આપવાનું સશક્ત માધ્યમ બની છે. છતો સાથે જોડાયેલા સ્ટ્રકચર દ્વારા ચોમાસામાં ઝિલાતું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતારી,ખાલી થતાં જતા ભૂગર્ભ જળ ભંડારની ખોટ પૂરવામાં આવી રહી છે.આ વ્યવસ્થાથી સામાન્ય ચોમાસામાં પણ આશરે ૧૦ કરોડ લિટર વરસાદી પાણી જમીન ભેગું થશે અને શાળાઓ કાદવ કીચડ મુક્ત બનશે.

water tank

તેનો ખાસ લાભ એ છે કે બાળકોની નજર સમક્ષ વરસાદના પાણીને સાચવીને જમીનમાં ઉતારવાના કામથી તેમને પાણીની કિંમત અને તેને સાચવવાની જરૂરિયાત સમજાઈ રહી છે.તેઓ જળ સંરક્ષણના સંસ્કાર ધારી જળ દૂત બની રહ્યાં છે જે આ પ્રોજેક્ટ નો આગવો લાભ છે.
જિલ્લા કલેકટર કહે છે કે આ પ્રોજેક્ટને આધાર બનાવીને હવે અન્ય સરકારી ઈમારતોને વર્ષા જળ નિધિ સાથે જોડવાની દિશામાં કામ થઈ રહ્યું છે.

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રી પ્રેરિત સુજલામ સુફલામ્ જળ સંચય યોજના હેઠળ દર વર્ષે જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતા વધારવાના વ્યાપક કામો થઈ રહ્યાં છે તો ગામડાઓ ના વપરાશી મલિન જળને શુદ્ધ કરીને, તેનો પીવા સિવાયના અન્ય ઉપયોગનો પ્રયોગ વડોદરા એ મોડેલ રૂપે કર્યો છે. પાણી કિંમતી છે,સાચવવા યોગ્ય છે,પાણી આગામી પેઢીનું ભવિષ્ય નિર્ધારિત કરે છે ત્યારે વડોદરાએ ઉપરોક્ત પ્રયોગો દ્વારા જળના સુયોગ્ય વહીવટ નો નવતર માર્ગ ચીંધ્યો છે.

આ પણ વાંચો…અમદાવાદની 63 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2284 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ, બંધ કરાયેલા કોવિડ વોર્ડ(Corona ward)ને ખોલવાની ફરજ પડી સાથે રસીકરણનું કામ ઝડપી બન્યું..!