Muzaffarpur special: અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દાનાપુર માટે વિશેષ ટ્રેન

Muzaffarpur special: અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દાનાપુર વચ્ચે વિશેષ ટ્રેનની એક – એક ટ્રીપ ખાસ ભાડા સાથે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે

અમદાવાદ , ૦૮ મે: Muzaffarpur special: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દાનાપુર વચ્ચે વિશેષ ટ્રેનની એક – એક ટ્રીપ ખાસ ભાડા સાથે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે: –

● ટ્રેન નંબર 09429/09430 અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ (Muzaffarpur special) વિશેષ ટ્રેન

ટ્રેન નંબર 09429 અમદાવાદ – મુઝફ્ફરપુર (Muzaffarpur special) વિશેષ ટ્રેન 10 મે, 2021 ને સોમવારના રોજ અમદાવાદ થી સવારે 06:00 વાગ્યે ચાલીને બીજા દિવસે મંગળવારે સાંજે 18:30 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09430 મુઝફ્ફરપુર – અમદાવાદ વિશેષ ટ્રેન 11 મે 2021 ને મંગળવારના રોજ મુઝફ્ફરપુર થી રાત્રે 21:30 વાગ્યે ચાલીને ત્રીજા દિવસે ગુરુવારે સવારે 09:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, અછનેરા, મથુરા, હાથરસ, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, સીવાન, છપરા અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસના કોચ રહેશે.

Railways banner

● ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09435 અમદાવાદ-દાનાપુર વિશેષ ટ્રેન 13 મે 2021 ને ગુરુવાર ના રોજ રાત્રે 22:50 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને ત્રીજા દિવસે શનિવારે સવારે 09:50 વાગ્યે દાનાપુર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09436 દાનાપુર-અમદાવાદ વિશેષ ટ્રેન 15 મે 2021 ને શનિવાર ના રોજ 13:00 વાગ્યે દાનાપુર થી ઉપડશે અને ત્રીજા દિવસે સોમવારે રાત્રે 02:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર શહેર, હિન્દૌન સીટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફર્રુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગના કોચ રહેશે.

ટ્રેન નંબર 09429 નું બુકિંગ 09 મે 2021 થી અને ટ્રેન નંબર 09435 નું બુકિંગ 12 મે 2021 થી તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ આરક્ષણ કેન્દ્ર પર થી અને આઈઆરસીટીસી વેબસાઇટ પર થી શરૂ થશે.

આ પણ વાંચો…Health care worker: “સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ “સેવાના સુપર સ્પ્રેડર્સ” !!

મુસાફરો ટ્રેનોની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

ADVT Dental Titanium