shiv ambaji

Maha shivratri: અંબાજી માં આઠ જેટલા શિવાલયો આવતી કાલે શિવ દર્શન ખુલ્લા રહેશે… પાલખી યાત્રા નું આયોજન

Maha shivratri

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૦ માર્ચ
: આવતી કાલે મહાશિવરાત્રી (Maha shivratri) છે જેમ વર્ષભર ના તહેવારો ઉપર કોરોના નો ગ્રહણ જોવા મળ્યુ છે તેમ આ શિવરાત્રી એ પણ કેટલાક શિવાલયો માં કોરોના ને લઈ શિવરાત્રી નો મેળો નહીં ભરાય તેવી જાહેરાત કરવામાં આવી છે પણ યાત્રાધામ અંબાજી માં આઠ જેટલા શિવાલયો આવેલા છે ને આ તમામ મંદિરો માં આવતી કાલે શિવ દર્શન ખુલ્લા રહેશે

ADVT Dental Titanium

એટલુંજ નહીં સરકાર ની કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભીડભાડ ન થાય તે રીતે સોસીયલ ડીસટન્ટ સાથે સેનેટીઝ કરી માસ્ક સાથે દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે ફરાળી વાનગી નો પ્રસાદ વહેચવામાં આવતો હતો તે પણ આ વખતે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે બંધ રાખવા માં આવેલ છે એટલુંજ નહીં અંબાજી ના (Maha shivratri) શિવાલયો માં હોમયજ્ઞ, અન્નકૂટ નું પણ આયોજન કરવામાં આવેલ છે

Whatsapp Join Banner Guj

તેમજ અંબાજી શહેર માં શિવરાત્રી (Maha shivratri) નિમિત્તે ભગવાલ ભોળાનાથ ની પાલખી યાત્રા નું આયોજન કરવામાં આવે છે જે પાલખી યાત્રા પુરાણીક શિવ મંદિર ની નીકળી તમામ શિવાલયો માં ફરી કૈલાસ ટેકરી મહાદેવજી ના મંદિરે પુર્ણ કરવામાં આવશે તેમ કૈલાશટેકરી મહાદેવ મંદિર ના પૂજારી ભુરાભાઇ શાસ્ત્રી એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો…મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો