parcel salt loading

પશ્ચિમ રેલ્વે ખુલ્લા વેગન માં થયુ ઔધોગિક મીઠા નું લોડિંગ

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની બીજી ઉપલબ્ધિ અંતર્ગત ખુલ્લા વેગન માં થયુ ઔધોગિક મીઠા નું લોડિંગ

parcel salt loading

૧૭ઓગસ્ટ:અમદાવાદ:પશ્ચિમ રેલ્વે ની મલ્ટિડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ(બીડીયુ)ની રચના ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનો માં કરવામાં આવી છે, જે નવા વિચારો અને પહેલ નો સમાવેશ કરીને ગુડ્સ માર્કેટ માં વ્યવસાય ની સંભાવનાઓ ને વધુ સારી બનાવવા ની પ્રશંસાત્મક કામગીરી કરી રહી છે.પશ્ચિમ રેલ્વેના આ એકમો ગુડ્સ લોડિંગ કરવા વાળાઓ ને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ સાથે તાજેતરમાં તેમની બે ગુડ્સ ટ્રેનો દ્વારા બાંગ્લાદેશ માં સામગ્રી પરિવહન કરીને એક અવિશ્વસનીય સફળતા પ્રાપ્ત કરી હતી.  પ્રથમ ટ્રેન ભાવનગર મંડળ ના ધોરાજી સ્ટેશન થી ડુંગળી લઈને નીકળી હતી અને બીજી ટ્રેન અમદાવાદ ના કાંકરિયા થી બાંગ્લાદેશ માટે કપડાંરસાયણ અને રંગો નું લોડિંગ કરીને મોકલવામાં આવી હતી.આ બંને ગુડ્સ ટ્રેનો આંતરરાષ્ટ્રીય સીમાઓ ને ઓળંગીને બાંગ્લાદેશ જવા રવાના થઇ હતી.હવે અમદાવાદ મંડળે ફરી એકવાર ખુલ્લા વેગન માં ઔધોગિક મીઠા ને લોડ કરીને પોતાની ઉત્કૃષ્ટતા ને સાબિત કરી છે.

      પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ જણાવ્યું કે ઓદ્યોગિક મીઠાની લોડિંગ છ વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી છે અને અમદાવાદ મંડળ ના બીડીયુના પૂરજોર પ્રયત્નોને કારણે જ આ શક્ય બન્યું છે.

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ જણાવ્યું કે ઓદ્યોગિક મીઠાની લોડિંગછ વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી છે અને અમદાવાદ મંડળ ના બીડીયુના પૂરજોર પ્રયત્નોને કારણે જ આ શક્ય બન્યું છે.રેલવે બોર્ડની સૂચના મુજબ પશ્ચિમ રેલ્વે ગુડ્સ લોડિંગ કરવાવાળા ને આકર્ષિત કરવા ગુડ્સ અને પાર્સલ ના ટ્રાફિક ને રેલવેસાથે જોડવા માટે પાંચ નવી પ્રોત્સાહન યોજનાઓ તૈયાર કરી છે, જે પહેલે થી અમલમાં મુકેલી ગુડ્સ લોડિંગ પ્રોત્સાહનયોજનાઓ થી અલગ છે.રેલ્વે બોર્ડ અમદાવાદ મંડળ ના પ્રસ્તાવ અને ઓદ્યોગિક ઉપયોગ માટે મીઠા ના વર્ગીકરણમાં ઘટાડા120 થી 100 A માં સંશોધન અંગેની નીતિગત પહેલ ને શક્ય બનાવ્યું છે.ઓદ્યોગિક ઉપયોગ માટે મીઠાને ખુલ્લા વેગનમાં લોડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.મીઠાને લીધે વેગન ને કોઈ નુકસાન / કાટ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે ની શરત સાથેવેગન અને ફ્લોરને તાડપત્ર થી ઢાંકવામાં આવશે તેવી સ્થિતિ સાથે લુઝ લોડિંગ ની મંજૂરી છે.આવા નુકસાન ની સ્થિતિમાંગ્રાહક નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર રહેશે.આ પ્રોત્સાહન ના નિર્દેશો 5 ઓગસ્ટ,2020 થી લાગુ કરવામાં આવ્યા છે


જે આગળની સૂચના સુધી માન્ય રહેશે.અમદાવાદ મંડળ ના માલિયા મિયાણા સ્ટેશન થી છ વર્ષના અંતરે 15 ઓગસ્ટ,2020 નારોજ મીઠા નું પ્રથમ લોડિંગ કરવામાં આવ્યું છે.આ રેક અંબાલા ડિવિઝન માં નાંગલ ડેમ સ્ટેશન સુધી પંજાબ અલ્કલીઝ લિમિટેડ માટે બુક કરાઈ છે. ઓદ્યોગિક મીઠા ને BOXNHL 58 વેગન રેક દ્વારા 3828 ટન મીઠા સાથે 1343 કિલોમીટર સુધી લઇ જવામાં આવશે.