Teacher Jinesha Shah Anand

રમત સંગ ભણતર… આચાર્ય જિનેશાબેનને સર ફાઉન્ડેશનનો નેશનલ ઇનોવેશન એવોર્ડ એનાયત

“Learning By Playing”.. રમત સંગ ભણતર… નવતર પ્રયોગને આધારે વિદ્યાર્થીઓને રમતા રમતા શીખવનાર આચાર્યશ્રી જિનેશાબેન લાભચંદ્ર શાહને સર ફાઉન્ડેશનનો નેશનલ ઇનોવેશન એવોર્ડ એનાયત…

આણંદ, ૦૫ નવેમ્બર: શિક્ષણમાં નવાચાર…. જીવનમાં લાવે નવો સંચાર આ ઉક્તિ ત્યારે જ સાર્થક થાય કે જ્યારે બાળમાનસ પ્રવૃત્ત તથા ક્રિયાશીલ રહે, આ માટે વિદ્યાર્થીઓ રમતા રમતા ભણી શકે તે માટે અવનવી રમતો નું નિર્માણ કરનાર સજના તલાવડી પ્રાથમિક શાળા, કરમસદ આણંદ ના આચાર્યશ્રી જિનેશાબેન શાહ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો.

વિદ્યાર્થીઓ રમતા રમતા અભ્યાસિક વિષયો નું જ્ઞાન મેળવે અને સરળતાથી અઘરી બાબતો શીખે તે માટે ૧૦૦ જેટલી રમત ધોરણ 2 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આકર્ષક, નકામી વસ્તુઓની મદદથી નિર્માણ કરવામાં આવી. વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અને મેદાનમાં રિશેસ દરમિયાન પણ આ રમતો દ્વારા અવનવું શીખે છે. શાળાના આચાર્યશ્રી જણાવે છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રુચિ વધે તથા રમત સંગ ભણતર મળે તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.

આ નવતર અભિગમને આણંદ જિલ્લા કક્ષા, રાજ્ય, રાષ્ટ્ર તથા આઇઆઇએમ અમદાવાદ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ઇનોવેશન કોન્ફરન્સમાં પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત nehru science centre mumbai, maker fest વડોદરા જેવા ઇનોવેશન ફેર માં પણ સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત covid-19ની મહામારી ના સમયમાં વિદ્યાર્થીઓ ઘરે છે. ત્યારે પણ “મારા અનુભવનું આકાશ “નવતર પ્રયોગ હાથ ધરી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિશીલ રાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.31 માર્ચ 2020 થી ઓનલાઇન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને whatsapp ગ્રુપ દ્વારા વિવિધTask આપી ઓનલાઇન ચિત્ર સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પર્યાવરણ દિન, યોગ દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, મધર્સ ડે, ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી.

whatsapp banner 1

આ સમર કેમ્પના 220દિવસ તારીખ 4/ 11/ 2020 ના રોજ પૂર્ણ કર્યા. આ સમર કેમ્પની તમામ પ્રવૃત્તિઓને લગતું પુસ્તક” મારા અનુભવનું આકાશ “પ્રકાશિત કરવામાં આવ્યું. જેની નોંધ અમદાવાદની નામાંકિત સંસ્થા આઇઆઇએમ IIM દ્વારા પણ લેવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સમગ્ર સમર કેમ્પમાં જોડાઈ અને શાળાનું તથા આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળા દ્વારા મહોલ્લા ક્લાસ લર્નિંગ તથા શાળાની youtube ચેનલ બનાવી વિદ્યાર્થીઓને વીડિયોસ પણ મોકલવામાં આવે છે.

જીવનમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવતર વિચારોનું છે.સમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરિયાત છે. શિક્ષણમાં અનેક વર્ષોથી નવતર કાર્ય થતું રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાંથી ઇનોવેટીવ ટીચર્સની પસંદગી કરે છે. વર્ષ:2006માં સ્થપાયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન(sir ફાઉન્ડેશન) આવા નવતર શિક્ષકોને શોધી તેમનું સન્માન કરે છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી સજના તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યની પણ પસંદગી કરવામાં આવી છે.

સર ફાઉન્ડેશન, 2006 થી દર વર્ષે innovative શિક્ષકોને સન્માનિત કરે છે.દર વર્ષની જેમ આ વર્ષે સ્ટેટ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલપુર દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ ટીચર્સના ડેટા કલેક્શનને આધારે સમગ્ર દેશમાંથી 25 નવતર વિચારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં આણંદના જિનેશાબેન શાહ ,આચાર્યશ્રી સજના તલાવડી પ્રાઈમરી સ્કુલ, આણંદ, નો સમાવેશ થાય છે.

કોરોના મહામારી માં જયારે શિક્ષણ માટેની એક સમસ્યામાં વિવિધ પ્રકારની ઓનલાઇન પ્રવૃત્તિઓ અને બાળમાનસ ને ધ્યાને લઈને બાળકોની સાથે સતત સંપર્કમાં રહી નવતર પ્રયોગો પણ કર્યા છે, તે બદલ Edutor App-7 Skill Foundation દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું છે.

ઇનોવેશન માટે શિક્ષકની પસંદગી માટે તેમના નવતર વિચાર, અમલીકરણ,પરિણામ અને વિચારણા ફેલાવને ધ્યાનમાં રાખી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે.સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ 12 જાન્યુઆરી 2021ના રોજ યોજાનાર સંભવિત રાષ્ટ્રીય કાર્યશાળામાં આ તમામ ઇનોવેટિવ ટીચર્સનું સન્માન કરવામાં આવશે.

Reporter Banner FINAL 1