KIIT 7

KIIT ranking: વિશ્વ સ્તર પર KIITને ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમ્પેક્ટ રેન્કિંગ્સમાં 201+ રેન્ક મળી

KIIT ranking: વિશ્વ સ્તર પર KIITને ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમ્પેક્ટ રેન્કિંગ્સમાં 201+ રેન્ક મળી અને ‘ઓછી અસમાનતાઓ’ (Reduced Inequalities)માં 86મી રેન્ક

ભુવનેશ્વર,૨૬ એપ્રિલ: KIIT ranking: નુકસાનકારક શબ્દો માટે કર્મ સૌથી મોટો જવાબ છે. આ રીતે કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) ડીમ્ડ યુનિવર્સિટી, ભુવનેશ્વર પોતાની બિરાદરી અથવા સમાજ વચ્ચે એક મશાલ વાહક અર્થાત માર્ગદર્શક બનેલી છે. તેની સિદ્ધિઓ માટે કોઈ પ્રવક્તાની જરૂર નથી. 21 એપ્રિલ 2021ના રોજ જાહેર થયેલા ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમ્પેક્ટ રેન્કિંગ્સ-2021માં KIITને દુનિયાની ટોચની યુનિવર્સિટીઓની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. જીવિકા અને નિષ્પક્ષતા (sustenance & equity)ના માટે KIITની પ્રતિબદ્ધતાની ઓળખ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા મળે છે

સમુદાય આધારિત યુનિવર્સિટીના આંકડા અને યુનિવર્સિટીના પ્રભાવના આધારે દર વર્ષે ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રેન્કિંગનું (KIIT ranking) આયોજન કરે છે. જેવું કે KIIT સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals)ના તમામ માપદંડોને પૂરા કરી રહી છે, ટાઈમ્સ હાયર એજ્યુકેશના ઓવરઓલ ઈમ્પેક્ટ રેન્કિંગ દુનિયાભરની યુનિવર્સિટીની સામાજિક જવાબદારીનું મુલ્યાંકન કરે છે.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત એસ.ડી.જી.ની ‘ઓછી અસમાનતાઓ’ (Reduced Inequalities)માં 86મી રેન્ક પ્રાપ્ત થઈ છે. જેના માટે દુનિયાની 100 યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછી એક એકલ પેરામીટરમાં સ્થાન આપવામાં આવ્યું છે. KIITને પાર્ટનરશિપ ફોર ધ ગોલ્સમાં 101+ રેન્ક મળી અને ક્વોલિટી એજ્યુકેશન એન્જ પીસ એન્ડ જસ્ટિસ એન્ડ સ્ટ્રોગ ઈન્સ્ટીટ્યૂશન્સમાંથી પ્રત્યેકમાં 201+ રેન્ક મળી છે. આટલી પ્રભાવશાળી રેન્ક પ્રાપ્ત કરનાર આ પૂર્વ ભારતની એકમાત્ર યુનિવર્સિટી છે. વર્ષ 2020માં KIITને 501+ રેન્ક આપવામાં આવી હતી. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્કપ્લેસ ઓફ ધ યર શ્રેણીમાં KIIT એવોર્ડ્સ એશિયા 2020ની વિજેતા પણ છે.

ધ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ (KIIT ranking) એકમાત્ર વૈશ્વિક પ્રદર્શન શ્રેણી છે જે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યની નિમિત યુનિવર્સિટીનું આકલન કરે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ચાર વ્યાપક ક્ષેત્ર જેવા કે રિસર્ચ, સ્યૂવર્ડશિપ, આઉટરીચ અને ટીચિંગમાં ખૂબ વ્યાપક અને સંતુલિત તુલના કરવામાં આવી છે.

KIIT ઉત્કૃષ્ટ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, રિસર્ચ, પબ્લિકેશન વગેરેમાં પ્રભાવશાળી રેન્ક સાથે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે KIIT પોતાની સ્થાપના બાદથી જ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે.

KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતે કહ્યું કે કેટલીક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને વિશ્વ રેન્કિંગમાં ચિત્રિત કરાઈ રહી છે. જે સ્વયં રાજ્ય માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે “અમને આનંદ છે કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી, ટાઈમ્સ હાયર એજ્યુકેશનની ઈમ્પેક્ટ રેન્કિંગમાં ટોચ પર છે, કારણ કે તેણે સામાજિક જવાબદારીમાં ઉત્કૃષ્ટતા જાળવી રાખવાના ભરચક પ્રયાસ કર્યા છે.”

આ પણ વાંચો…મોદી સરકારની ટીકા કરનારને ભાજપ સાંસદના પતિ(anupam kher)એ આપ્યો આવો જવાબ..

ADVT Dental Titanium