Ahmedabad Mandal 2 edited

કાંકરિયા (Kankaria) ખાતેના કોચિંગ ડેપો ખાતે મહિલા કર્મચારીઓ માટેના બે સંપૂર્ણ સુસજ્જ રુમનું ઉદઘાટન

Kankaria

કાંકરિયા (Kankaria) ખાતેના કોચિંગ ડેપો ખાતે મહિલા કર્મચારીઓ માટેના બે સંપૂર્ણ સુસજ્જ રુમનું ઉદઘાટન

અમદાવાદ મંડળ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન

અમદાવાદ , ૧૩ માર્ચ: Kankaria: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન મહિલા રેલ્વે કામદારોના લાભાર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયા (Kankaria) ખાતેના કોચિંગ ડેપો ખાતે મહિલા કર્મચારીઓ માટેના બે સંપૂર્ણ સુસજ્જ રુમનું ઉદઘાટન પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ મંડળના પ્રમુખ શ્રીમતી પ્રીતિ ઝાએ તેમના કારોબારી સભ્યો અને વરિષ્ઠ કોચિંગ ડેપો અધિકારી શ્રી આર.બી. વિજયવર્ગીયાની ઉપસ્થિતિમાં કર્યું હતું.

ADVT Dental Titanium

મંડળ કાર્યાલયમાં આ પ્રસંગે, “મૈં કૌન હું” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમતી અંજલિ કુલશ્રેષ્ઠાએ વર્કિંગ વુમનમાં આત્મવિશ્વાસ કેવી રીતે વિકસિત કરવો તે વિશે વિસ્તૃત વર્ણન આપ્યું હતું. એમએમએ એકેડમીના સ્વયંસેવકો દ્વારા શારીરિક શોષણ, બેડટચ, એસિડ એટેક વગેરેથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે સેલ્ફ-ડિફેન્સ ટેકનીકસ જણાવવામાં આવી હતી. સેમિનારમાં નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગીતો, નૃત્ય, સંગીત, કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

શ્રીમતી ઝાએ જણાવ્યું હતું કે મંડળના કાર્મિક વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મ્યુઝિકલ ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રીમતી લક્ષ્મી શર્મા દ્વારા મહિલા રેલ્વે કર્મચારીઓમાં આરોગ્ય અને શક્તિ વધારવા માટે મેડિટેશનની વિધાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મંડળના 10 મહિલા રેલ્વે કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારો પણ રજૂ કર્યા હતા અને 19 કાર્યકારી મહેનતવશ અને નિષ્ઠાવાન મહિલાઓને “આઉટ સ્ટેન્ડિંગ વુમન” એવોર્ડ એનાયત કરાયો હતો.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે મહિલા રેલ્વે કર્મચારીઓ દ્વારા રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. મીડિયા સાથે ચર્ચા દરમિયાન શ્રીમતી ઝાએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠન હંમેશાં મહિલા રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોના હિત માટે જાગૃત છે અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. મહિલા રેલ્વે કર્મચારીઓ દ્વારા અમદાવાદ મંડળ પર પહેલીવાર ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…16 માર્ચ થી અમદાવાદ – પુણે (Ahmedabad – Pune) દુરંતો સ્પેશ્યલ ચાલશે