Gho

જામનગરમાં જોવા મળી 4 ફૂટ લાંબી ચંદન ઘો…જાણો પછી શું થયું..!!?

Gho

રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગરના હાપા નજીલ આવેલા કૌશલનગર વિસ્તારમાં ચંદન ઘો જોવા મળી હતી શરૂવાત માં રહેવાસીઓ તેને મગર સમજી હતી પણ ત્યારબાદ તે નજીક આવતા ચંદન ઘો હોવાનું સાબીત થયું હતું,

વિસ્તારના લોકો એ જામનગરમાં પર્યાવરણ અને જીવદયા શેત્રે કાર્યરત લાખોટા નેચર ક્લબનો સંપર્ક કરતા સંસ્થાના સદસ્ય મયંક સોની અને દિવ્યેશ જેઠવા તાત્કાલિક કોશલનગર પોહચી વન વિભાગ ના સહકાર થી 4 ફૂટ લાંબી અને 7 કિલોગ્રામ વજન ની મહાકાય ચંદન ઘો ને રેસ્ક્યુ કર્યું હતું અને તેને કુદરત ના ખોળે જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવી હતી.

WhatsApp Image 2020 07 14 at 3.36.31 PM 1

સંસ્થા એ જામનગરના રહેવાસીઓને અપીલ કરી છે કે હાલ ની સિઝન માં સરીસૃપ પ્રાણીઓ જેવા કે સાપ, નોળિયો, ચંદન ઘો વિગેરે ગરમી થી બચવા બહાર નીકળતા હોઈ છે જે જવલ્લેજ માણસો ને નુકશાન પોહચાડે છે ત્યારે લોકો તેને મારવા કરતા પર્યાવરણ પ્રેમી સંસ્થાનો સંપર્ક કરી જીવદયા નું ઉમદા કાર્ય કરે તેવી વિનંતી છે.

**********