Ambaji Police 3

માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ

  • અંબાજી માં માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી
  • સગર્ભાને સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો
  • નવજાત બાળકના મૃતદેહને પોલીસ સ્ટેશન ખાતે લાવી પરિવારે કર્યા ગંભીર આક્ષેપો……..
Ambaji Police 2

અંબાજી પોલીસ સ્ટેશન ના બે પોલીસ કર્મીઓ દ્વારા સગર્ભા મહિલાને સારવાર અર્થે લઈ જઇ રહેલ ગાડીને રોકાવી માસ્ક કેમ નથી પહેરેલ તે બાબતે પૂછપરછ કરી કાર્યવાહી કરવા માટે ગાડીને રોકી સમય વેડફતા સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળતાં સારવાર મળે તે પહેલા જ નવજાત બાળકીનું મૃત્યુ થતાં પરિવારજનોએ પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો અને બાળકીના . મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન હટાવવા પરિવાર જીદે ચડતા ભારે દોડધામ મચી ગઈ હતી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઇડ લાઇન અનુસાર માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અંબાજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જો કે અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલિવરી જેવા ઈમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડફવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલાં જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હોવાના પરિવારજનો એ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકે નવજાત બાળકીના મૃતદેહ ને પી એસ ઓ ના ટેબલ પર મુકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચી ગયો હતો

Ambaji Police

આ બાબતે પરિવારજનોએ મૃતક નવજાત બાળકના મૃતદેહને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો . જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી બાળકના મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી જોકે મૃતક બાળક અને હાલ માં પ્રસુતા મહીલા આઈ.સી.યુમાં ભરતી છે અને આ પ્રસુતા મહીલા પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ને આ મહીલા ને કાઈપણ થશે તો તેની જવાબદારી ગાડી રોકનાર બે પોલીસ કર્મચારીઓની રહેશે તેમ મ્રુતક બાળકી ના કાકા વીરાજી રબારી એ રોષ સાથે જણાવ્યુ હતુ

આ ઘટના ને લઈ સગર્ભા મહિલાના દિયરે જણાવ્યું હતું કે તેમના ભાભીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ ગાડીમાં હોસ્પિટલ ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા ને તે દરમિયાન સ્થાનિક હોસ્પિટલમાંથી પાલનપુર લઇ જવા માટે જણાવવામાં આવતાં પાલનપુર સાથે લઈ જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અંબાજી ડી.કે.સર્કલ નજીક બે પોલીસ કર્મીઓ દ્વારા તેમની ગાડીને રોકાવી માસ્કના હોવાને કારણે ગાડીને રોકાવી હતી ને અંબાજી પોલીસ મથકના આ બે પોલીસ કર્મીઓ દ્વારા સગર્ભા મહિલાની ગાડીને રોકી સમયનો વેડફાટ કરવામાં આવતા મહિલા સમયસર ડિલિવરી માટે ન પહોંચી શકતા નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાનુ સગર્ભા મહીલાનો દિયર મોતીજી રબારી એ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે

Ambaji Police 3

જોકે રબારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ મૃત્યુ પામેલ બાળકી અને આઇ.સી.યુમાં સારવાર હેઠળ રહેલા આ મહિલાને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે આવા ઈમરજન્સીના સમયે સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયું હોવાના પરિવારજનોના આક્ષેપોને પગલે ફરીયાદી પાસે આ ઘટના બાબતે અરજી લેવામાંઆવી છે હવે જોવુ એ રહ્યુ કે પોલીસકર્મીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે.

જોકે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ એ મીડીયા સામે નિવેદન કર્યુ હતુ કે જે રીતે ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદી દ્વારા અપાયેલી ફરીયાદ ની તપાસ ડીવાય એસપી ને આપવા મા આવી છે. અને તેની તપાસ કરતા કન્ટ્રોડિકશન જોવા મળી રહ્યું છે પોલીસ સ્ટેશન ના સીસીટીવી કેમેરા સહિત હોસ્પિટલના ફરજ પરના કર્મચારીઓ ના નિવેદન લેવાયા છે હજી તપાસ બે ત્રણ દિવસ ચાલશે એમાં જે કશુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે….

રિપોર્ટ:ક્રિષ્ના અગ્રવાલ,અંબાજી,બનાસકાંઠા