Himmatsinh Patel

Himmatsinh patel: જનતાનાં હિત માટે બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી રૂ. ૬૦.૦૦ લાખની ફાળવણી

Himmatsinh patel: હોસ્‍પિટલો ખાતે સાધનો વસાવવા માટે હિંમતસિંહ પટેલ તાકીદે જરૂરી કાર્યવાહી કરવા અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી જણાવ્‍યું હતું.

અમદાવાદ , ૧૧ મે: Himmatsinh patel: અમદાવાદ શહેરની જનતાનાં હિત માટે બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી શ્રીમતી શારદાબેન જનરલ હોસ્‍પિટલ ખાતે રૂ. ૫૦.૦૦ લાખ તથા રખિયાલ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે રૂ. ૧૦.૦૦ લાખ એમ કુલ રૂ. ૬૦.૦૦ લાખની ફાળવણી શ્રીમતી શારદાબેન ચીમનલાલ લાલભાઈ મ્‍યુનિસિપલ જનરલ હોસ્‍પિટલ ખાતે ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર, સિરીન્‍જ ઈન્‍ફયુઝન પમ્‍પ, મલ્‍ટીપેરા મોનીટર, આર્ટીરીયલ બ્‍લડ ગેસ એનલાઈઝર, કાર્ટ્રીજની ખરીદી માટે રૂ. ૫૦.૦૦ લાખની ફાળવણી રખિયાલ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે સીઆર સિસ્‍ટમ ફોર ડીઝીટલ એક્‍સ-રે-સીંગલ પ્‍લેટ, મલ્‍ટીપેરા મોનીટર, ડેફીબ્રીલેટર્સ, જમ્‍બો સાઈઝ ઓક્‍સિજન સિલિન્‍ડરની ખરીદી માટે રૂ. ૧૦.૦૦ લાખની ફાળવણી આ સાધન-સામગ્રીથી દર્દીઓને પૂરતી આરોગ્યવિષયક સુવિધાઓ મળી રહેશે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ શહેરની જનતાને પૂરતી આરોગ્‍યવિષયક સુવિધાઓ મળી રહે તે માટે બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે (Himmatsinh patel) હોસ્‍પિટલના ડોક્‍ટરો સાથે પૂરતી ચર્ચા-વિચારણા કરી તેમની વર્ષ ૨૦૨૧-૨૨ની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી બાપુનગર વિસ્‍તારમાં કાર્યરત શ્રીમતી શારદાબેન ચીમનલાલ લાલભાઈ મ્‍યુનિસિપલ જનરલ હોસ્‍પિટલ ખાતે ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર, સિરીન્‍જ ઈન્‍ફયુઝન પમ્‍પ, મલ્‍ટીપેરા મોનીટર, આર્ટીરીયલ બ્‍લડ ગેસ એનલાઈઝર, કાર્ટ્રીજની ખરીદી માટે રૂ. ૫૦.૦૦ લાખ તથા વર્ષ ૨૦૧૮-૧૯ની ગ્રાન્‍ટમાંથી રખિયાલ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે સીઆર સિસ્‍ટમ ફોર ડીઝીટલ એક્‍સ-રે-સીંગલ પ્‍લેટ, મલ્‍ટીપેરા મોનીટર, ડેફીબ્રીલેટર્સ, જમ્‍બો સાઈઝ ઓક્‍સિજન સિલિન્‍ડરની ખરીદી માટે રૂ. ૧૦.૦૦ લાખની ફાળવણી કરી હતી અને આ હોસ્‍પિટલો ખાતે સાધનો વસાવવા માટે તાકીદે જરૂરી કાર્યવાહી કરવા અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી જણાવ્‍યું હતું.

હિંમતસિંહ પટેલે (Himmatsinh patel) જણાવ્‍યું હતું કે, કોરોના મહામારી એ સદીની સૌથી મોટી મહામારી છે. સમગ્ર વિશ્વને છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ ભરડો લીધો છે. માત્ર ભારત દેશ જ નહીં વિશ્વના લગભગ તમામ દેશ કોરોના મહામારીથી પીડિત છે. હાલમાં દેશ અને રાજ્‍યમાં કોરોનાનો નવો સ્‍ટ્રેઈન ચાલી રહેલ છે, જે રાજ્‍યના તમામ શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘાતક પૂરવાર થઈ રહેલ છે. કોરોનાના નવા સ્‍ટ્રેઈનના કારણે સંક્રમણ જેટ ગતિએ વધી રહ્‌યું છે. કોરોનાએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત નાના શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું છે.

કોરોનાના કારણે આજે તમામ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી હોસ્‍પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્‍યની હોસ્‍પિટલોમાં બેડ ઉપલબ્‍ધ ન હોવાના કારણે દર્દીઓને ફરજિયાત હોમ ક્‍વોરન્‍ટાઈન કરવામાં આવી રહ્‌યા છે. એડવાન્‍સ પૈસા આપવા છતાં હોસ્‍પિટલોમાં બેડ ઉપલબ્‍ધ થતા નથી. કોરોના સંક્રમિત દર્દીઓની ગંભીર સ્‍થિતિના કારણે વેન્‍ટીલેટર પરના દર્દીઓ મોટા પ્રમાણમાં છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કારણે મૃત્‍યુ પામતા વ્‍યક્‍તિઓની સંખ્‍યા રોજેરોજ વધી રહી છે.

આ પણ વાંચોHealth Disaster: કોરોના મહામારીને સત્વરે ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી અને અસરગ્રસ્ત દર્દી તથા પરિવારોને આર્થિક સહાય આપવા વિરોધપક્ષના નેતાની મુખ્યમંત્રી સમક્ષ માંગણી..!

અમદાવાદ શહેર અને રાજ્‍યમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે અસરકારક એવા રેમડેસીવીર, ટોસીલીજુમેબ જેવા ઈન્‍જેકશન, ફેબી ફલુ જેવી દવાઓ, ઓક્‍સીજન, ઓક્‍સીજનના બાટલા, વેન્‍ટીલેટર, સીટી સ્‍કેન મશીન, દર્દીઓ માટે પથારી, ટેસ્‍ટ કીટ, એમ્‍બ્‍યુલન્‍સ, શબવાહિની, સ્‍મશાનમાં લાકડા, ઈલેકટ્રીક ભઠ્ઠી વગેરેની અછત વર્તાઈ રહી છે. આરોગ્‍યવિષયક ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરની ઉણપના કારણે આજે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્‌યા છે.

કોરોનાના કપરા કાળમાં અમદાવાદ શહેરના નાગરિકોને પૂરતી આરોગ્‍યવિષયક સુવિધાઓ યોગ્‍ય રીતે મળી શકે તે માટે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્‍તારમાં આવેલ શ્રીમતી શારદાબેન ચીમનલાલ લાલભાઈ મ્‍યુનિસિપલ જનરલ હોસ્‍પિટલ ખાતે કોવિડ-૧૯ના સંક્રમણના નિયંત્રણ અને સારવાર માટે ઉપયોગી સાધન-સામગ્રી ખરીદવા સારૂ વર્ષ ૨૦૨૧-૨૨ની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી

  • ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેટર (૧૦ લિટર) – ૧૦ નંગ,
  • સિરીન્‍જ ઈન્‍ફયુઝન પમ્‍પ – ૫૦ નંગ,
  • મલ્‍ટી પેરા મોનીટર – ૧૦ નંગ,
  • આર્ટીરીયલ બ્‍લડ ગેસ એનલાઈઝર – ૧ નંગ,
  • કાર્ટ્રીજ – ૧૦૦૦ નંગ માટે રૂ. ૫૦.૦૦ લાખની ગ્રાન્‍ટ તથા વર્ષ ૨૦૧૮-૧૯ની ગ્રાન્‍ટમાંથી રખિયાલ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે (૧) સીઆર સિસ્‍ટમ ફોર ડીઝીટલ એક્‍સ-રે-સીંગલ પ્‍લેટ – ૧ નંગ, (૨) મલ્‍ટીપેરા મોનીટર – ૩ નંગ, (૩) ડેફીબ્રીલેટર્સ – ૧ નંગ તથા (૪) જમ્‍બો સાઈઝ ઓક્‍સિજન સિલિન્‍ડર – ૮ નંગ માટે રૂ. ૧૦.૦૦ લાખની ગ્રાન્‍ટ ફાળવી હતી

આ અંગે તાત્‍કાલિક રકમ ફાળવી સાધનો ખરીદવા હિંમતસિંહ પટેલે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને તાકીદ કરી હતી.

ADVT Dental Titanium