Dhanvantari

કોરોનાના સંક્રમણને અટકાવવા ૫૦ ધન્વંતરી રથના માધ્યમથી ૮૫ ગામના લોકોની આરોગ્ય તપાસણી કરાઇ

Dhanvantari

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં ૬૪૭૫૪ ઘરો અને ૨,૮૭,૮૦૬ લોકોના સર્વેલન્સની થયેલી કામગીરી

અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ

રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં હાલના સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં તા.૮-૯-૨૦ ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ૫૨,૬૪૫ ઘર અને ૨,૨૭,૨૫૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારોમાં ૧૨,૧૦૯ ઘર અને ૬૦,૫૫૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ૧૩૦૫ સર્વે ટીમ દ્વારા ૫૯૧ ગામ અને વિવિધ નગરપાલિકાના ૧૪ વોર્ડને આવરી લેવામાં આવ્યા છે.

આ કામગીરી દરમિયાન ૧૩૫૬ વ્યકિતઓને શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો માલુમ પડતાં સ્થળ ઉપર જ સારવાર અપાઇ હતી.રાજકોટ જિલ્લામાં કુલ ૫૦ ધનવંતરી રથ દ્વારા ૮૫ ગામ/વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ઓપીડીમાં ૭૦૫૫ લોકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જે પૈકી ૨૯૬ લોકોને એઆરઆઇના લક્ષણો માલુમ પડતાં સ્થળ ઉપર સારવાર અપાઇ હતી.

banner still guj7364930615183874293.

ગ્રામ્ય વિસ્તારના સુપર સ્પ્રેડર બનતા શાકભાજી, કરિયાણાની દુકાનધારકો, ટી-સ્ટોલ, પાનની દુકાન ધારકો મળી કુલ ૧૨૪૫ લોકોના થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર અને પલ્સ ઓકિસમીટર દ્વારા ઓકિસજન લેવલ માપવામાં આવ્યા હતા. તે પૈકી જરૂર જણાતા લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી.

૧૦૪ સેવાની હેલ્પ લાઇન ઉપર તા.૮-૯-૨૦ ના રોજ ૧૨ વ્યકિતના ફોન કોલ આવ્યા હતા. જેમને ૨૩.૪૨ મિનિટમાં જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પડાઇ હતી.

૧૦૮ સેવાની હેલ્પ લાઇન ઉપર તા.૮-૯-૨૦ ના રોજ ગ્રામ્યના ૪૪ વ્યકિતના ફોન કોલ આવ્યા હતા. જે તમામને ૨૫.૫૦ મિનિટમાં જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પડાઇ હતી. તેમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.