Gujcet edited

જામનગરમાં જુદાજુદા ૧૩ બિલ્ડિંગોમાં ગુજકેટની પરીક્ષા લેવાશે

Gujcet edited

ગુજકેટ માટે ૨,૬૯૭ નોંધાયેલા વિદ્યાર્થીઓના જુદાજુદા ત્રણ સેશનમાં પેપર લેવાશે

તમામ બિલ્ડિંગોને સેનેટાઈઝડ કરી લેવાયા: થર્મલ ગન થી પરીક્ષણ પછી જ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ

રિપોર્ટ:જગત રાવલ
જામનગર,૨૩ ઓગસ્ટ:રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેમાં જામનગર શહેરના જુદા જુદા ૧૩ બિલ્ડિંગોમાં ગુજકેટની પરીક્ષા લેવાશે, અને તેના માટે ૨,૬૯૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને તેમજ થર્મલ ગન થી ચેક કર્યા પછી પ્રવેશ અપાશે, ઉપરાંત તમામ બિલ્ડિંગોને સેનીટાઇઝડ કરી લેવામાં આવ્યા છે.

જામનગર શહેરના સજુબા ગલ્સ હાઈસ્કુલ સહિતના અલગ-અલગ ૧૩ સેન્ટરોમાં આવતીકાલે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી ના જુદા જુદા ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, જેના માટે ૨,૬૯૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સવારે ૧૦ થી ૧૨ દરમિયાન સૌપ્રથમ ફિઝિક્સ કેમેસ્ટ્રી નું સેશન લેવાશે, ત્યાર પછી બાયોલોજી અને મેથ્સ ના અલગ અલગ બે શેશન મા પરીક્ષાઓ ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે.

Gujcet 2 edited

જામનગર શહેરના તમામ ૧૩ બિલ્ડિંગોને મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા સેનીટાઇઝડ કરી લેવામાં આવ્યા છે. ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ નું મેડીકલ પરિક્ષણ કર્યા પછી અને થર્મલ ગન સાથે ચકાસણી કરી માસ્ક પહેરીને જ પરીક્ષાખંડમાં પ્રવેશ અપાશે. જેના માટે જુદા જુદા નોડલ ઓફિસર ની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. પરીક્ષા ખંડ ના કર્મચારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગની ટૂકડી પણ પરીક્ષા દરમિયાન હાજર રહેશે.

Banner Still Guj