kojway

કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો

જામનગરના જોડિયા તાલુકાના રણજીતપર ગામનો કોઝવે ઉદ્ઘાટન પહેલા જ તણાઈ જતા ભ્રસ્ટાચાર સામે આવ્યો

આસપાસના ખેડૂતો ની જમીનને નુકસાન થઇ હોવાથી તંત્ર સમક્ષ રજૂઆત: કોઝવેના નબળા કામ અંગે અગાઉ પણ રજૂઆત થઇ હતી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીત પર ગામ માં તાજેતરમાં રૂપિયા 56 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવ્યો હતો.જે કોઝવેનું ઉદઘાટન થવાનું બાકી છે તે પહેલાં જ તણાઈ ગયો છે. અને તેના કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જે કોઝવે તુટી જવાના કારણે આસપાસના ખેતરમાં પાણી આવતા ખેડૂતોની જમીનને ભારે નુકસાન થયાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

જોડિયા તાલુકાના રણજીતપર ગામ માં જૂની આજી નદી માંથી સામા કાંઠા વિસ્તારના જવાના માર્ગે રૂપિયા ૫૬ લાખ ના ખર્ચે કોઝવે બનાવાયો હતો. જે કોઝવે નું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઇ ગયો છે. એટલું જ માત્ર નહીં ધસમસતા પાણીના પ્રવાહ આસપાસના ખેડૂતોની જમીનમાં ફરી વળ્યાં હોવાથી ખેડૂતોની જમીનમાં પણ નુકસાની થઈ હોવાથી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

loading…

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કોઝવેનું કામ ઘનશ્યામ કન્ટ્રકશન નામની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જે કામ નબળી ગુણવત્તા નું હોવા અંગે સ્થાનિક લોકોએ જે તે વખતે રજૂઆત કરી હતી, પરંતુ કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

WhatsApp Image 2020 09 21 at 10.28.06 AM 1

આખરે ભ્રષ્ટાચાર ખૂલીને સામે આવ્યો છે, અને ચાલુ સિઝનની વરસાદે કોઝવે નું ઉદઘાટન થાય તે પહેલાં જ પાણીમાં તણાઈ ગયો છે. ઉપરોક્ત કોઝવે બાબતે સ્થાનિક ખેડૂતોએ યોગ્ય કરવા અને કોન્ટ્રાક્ટર પાસેથી પુલનું કામ ફરીથી કરાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે.