પશ્ચિમ રેલવે પર આપત્તિ પ્રબંધન પ્લાન 2020 નું ઈ પ્રારૂપ લાગુ

Western Railway

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ:કોઈ પણ આપત્તિ નું પ્રબંધન તૈયારી, શમન અને પ્રતિક્રિયા ની ચારે બાજુ ફરે છે.દુઃખ નું શમન કોઈ પણ દુર્ઘટના પ્રબંધન નો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.જેમાં ઘાયલો ની સારવાર,તેમનો જીવ બચાવવો,મૃત લોકોનું સન્માન કરવુ અને ટૂંક સમયમાં અસરગ્રસ્ત લોકોના જીવનમાં સામાન્ય સ્થિતિ લાવવી શામેલ છે.આ બધું જ શક્ય છે,જ્યારે બધી એજન્સીઓ સમયસર,અસરકારક અને કાર્યક્ષમ સંકલન કરે.આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને,રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (એનડીએમએ) અને રેલ્વે બોર્ડના નિર્દેશો ને આધારે,પશ્ચિમી રેલ્વે દ્વારા તેની ક્ષેત્રીય આપત્તિ પ્રબંધન યોજનાની પાંચમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.જે કોવિડ-19 ના લોકડાઉન દરમિયાન તૈયાર અને અપડેટ કરવામાં આવી હતી.રાહત,બચાવ અને પુનર્સ્થાપના ના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ આ સંસ્કરણમાં શામેલ છે.


પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ આ દસ્તાવેજ માં આપદા પ્રબંધન અધિનીયમ 2005, મહત્વપૂર્ણ પ્રબંધન યોજના અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (એનડીએમએ) દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન શામેલ છે,જે રેલ્વેથી સંબંધિત છે,ઝોનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનું આ સંસ્કરણ ઇલેક્ટ્રોનિક પ્રારૂપ માં ઉપલબ્ધ છે અને આને પશ્ચિમ રેલવે ની સૂચના પ્રબંધન પ્રણાલી અને રેલનેટ સાઈટ પર અપલોડ કરવામાં આવી છે. શ્રી ઠાકુરના મતે રેલ્વે હંમેશાં એવી જ અપેક્ષા રાખે છે આપણે ખરેખર આ આપત્તિ પ્રબંધન યોજનાની જોગવાઈઓને ખરેખર અમલમાં ન મૂકવી પડે, તેમ છતાં તે ઉલ્લેખનીય છે કે આપણે સંબંધિત ઇમરજન્સી પાસાઓમાં જેટલું વધારે આપણે પોતાને તૈયાર અને સતર્ક રાખીશું, તેટલી વધુ તત્પરતા સાથે આપણે રેલવેમાં કોઈ પણ દુર્ઘટના દરમિયાન શીઘ્ર અને પ્રભાવી બચાવ તથા સામાન્ય સ્થિતિ ની પુનર્સ્થાપના સુનિશ્ચિત કરી શકીશું.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ