Dry Fruit Ganpati at Atal Covid Centre

ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે

સુરતના અટલ કોવિડ કેર સેન્ટરમાં ડ્રાયફટમાંથી બનેલા ગણપતિની સ્થાપના: ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે

Dry Fruit Ganpati at Atal Covid Centre

સુરતઃશનિવારઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે લોકોએ પોતાના ઘરમાં જ ગણેશજીની મુર્તિ બિરાજમાન કરી ઘરે જ પરિવારજનો પૂજન અર્ચન કરી રહ્યાં છે. દર વર્ષે લોકો પોતાની સર્જનાત્મકતા અને ભક્તિભાવથી અલગ અલગ પ્રકારે ગણપતિની મૂર્તિને સજાવી સ્થાપન કરે છે.

સુરતના અલથાણ સ્થિત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં કોરોના મહામારીમાં ડ્રાય ફુટના વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે પોતાના ઘરમાં સ્વહસ્તે ડ્રાય ફુટનગણપતિ બનાવીને સ્થાપન કરતાં સુરતના કલામાં ઊંડો રસ ધરાવતા દાંતના ડોક્ટર ડો.અદિતિ મિત્તલે ગણેશજીની મૂર્તિ બનાવી છે. અહીં સ્થાપિત મૂર્તિની ઉંચાઈ ૨૦ ઇંચ છે, જેમાં ૫૧૧ બદામ, અખરોટ, પિસ્તા, કાજુ, મગફળી વગેરે જેવા ડ્રાયફૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની ૧૦ દિવસ સુધી કોવિડના દર્દીઓ અને સેન્ટરનો આરોગ્ય સ્ટાફ પૂજા અર્ચના કરશે. ગણેશવિસર્જનના દિવસે પ્રતિમાનું પરંપરાગત વિસર્જન ન કરતાં મૂર્તિમાં રહેલાં ડ્રાયફૂટસ કોવિડના દર્દીઓને પ્રસાદી તરીકે આપવામાં આવશે.

ડો. અદિતિ મિત્તલે જણાવ્યું કે, ગયા વર્ષે ૧૦૮ તરબૂચની પ્રતિમા બનાવી હતી અને વિસર્જન
સમયે તે દરેક તરબુચને દિવ્યાંગ બાળકોમાં વિતરણ કર્યા હતા. આ વર્ષે પણ અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર સાથે મળી વિચાર્યું કે, કોઈ એવી વસ્તુમાંથી ગણપતિની પ્રતિમાબનાવીશું, જે પ્રસાદમાં વહેંચી શકાય. અમે વરસાદની જતુમાં દસ દિવસ સારા રહી શકે તે માટેડાયફુટ્સ પસંદ કર્યાં, જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ પ્રતિમાને બનાવવામાં સાત દિવસનો સમય લાગ્યો છે. ગયા વર્ષે તરબૂચના ગણપતિને ગુજરાત બુક્સ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. આ મૂર્તિથી દર્દીઓનો આત્મવિશ્વાસ પણ વધશે કે વિઘ્નહર્તા ગણેશજી તેમની સાથે છે અને તેઓ જલદી જ સ્વસ્થ થઈ જશે

Reporter bane 1