Ayurved store

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

Ayurved store 2

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે

Ayurved store

સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અડાજણ સ્થિત વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
રાજ્યના આદિજાતિ સમુદાયના ભાઈ-બહેનો દ્વારા ઉત્પાદિત અને એકત્રિત કરાયેલી વિવિધ ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધીઓ સહિત અનેકવિધ ગુણકારી વન પેદાશો સહિત ૪૦ થી વધુ આયુર્વેદિક ઔષધોનું ઉત્પાદન રાજ્યના વનવિકાસ નિગમના સહયોગથી કરવામાં આવે છે આ વેચાણ કેન્દ્ર આદિજાતિ સમાજના આર્થિક સશક્તિકરણનું માધ્યમ બની રહેશે.

Ayurved store 3

ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના વન વિકાસ નિગમ દ્વારા વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગોધરા, વ્યારા, કેવડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે જંગલનું શુદ્ધ મધ ‘ધન્વંતરિ’ તેમજ ઔષધીઓના વેચાણ કેન્દ્રો તબક્કાવાર કરૂ કરવામાં આવી રહયા છે . જેમાં વનૌષધિયુક્ત, આયુર્વેદિક ઉત્પાદનોને વેચાણમાં મૂકવામાં આવ્યાં છે. આ પ્રસંગે વન વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ.કે.ચતુર્વેદી(I.F.S.), સુરત વન વિભાગના વનસંરક્ષક શ્રી સોનવણે તેમજ વન વિભાગ અને નિગમના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.