મુખ્ય મંત્રીશ્રી રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની લોકાર્પણ ખાત મુહુર્ત કરીને ભેટ આપી હતી

રાજકોટ, ૧૪ જુલાઈ ૨૦૨૦

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની ભેટ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ ખાત મુહુર્ત કરીને આપી હતી.
તેમણે આ ડિજિટલ લોકાર્પણ ખાતમુહૂર્ત અન્વયે 49.93 કરોડ ના જે કામો ના ખાત મુહૂર્ત કર્યા તેમાં અમૃત મિશન અંતગર્ત સ્કાડા ટેકનોલોજી યુક્ત 50 એમ એલ ડી નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવા ના કામો નો સમાવેશ થાય છે.

WhatsApp Image 2020 07 14 at 12.46.20 PM 1


મુખ્યમંત્રીશ્રી એ 145 પરિવારોને આવાસ છત્ર પૂરું પાડતી હિંગળાજ નગર આવાસ યોજના માં 15 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આવાસ તેમજ સ્માર્ટ સિટી અન્વયે 40 સ્માર્ટ બસ સ્ટોપ માંથી પ્રથમ તબ્બકે 70 લાખના 10 બસ સ્ટોપ ની ભેટ રાજકોટ ને આપી હતી. તેમણે 3 કરોડ 25 લાખ ના ખર્ચે આજી નદી ઉપરના નવા હાઈ લેવલ બ્રિજ ના કામો પણ રાજકોટ નગરને અર્પણ કર્યા હતા.

WhatsApp Image 2020 07 14 at 12.46.20 PM 2


મુખ્ય મંત્રીશ્રી એ વિશ્વના ફાસ્ટ ગ્રોઇંગ શહેરોની કેટેગરીમાં રાજકોટ જે નામના મેળવી રહ્યું છે તેને અનુરૂપ વિકાસ આ મહાનગર કરે છે તે માટે અભિનંદન આપ્યા હતા
તેમણે કોરોના વચ્ચે પણ આ વિકાસ કામો ની રફતાર જાળવી રાખી ને પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની કલ્પના ના નયા ભારત આત્મનિર્ભર ભારત ના નિર્માણ માં ગુજરાત ના શહેરો અને સૌ કોઈ સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી.

***********