deaf childern

૬૪ મો આંતરરાષ્ટ્રીય કોકલિયર ઇમ્પ્લાંટ દિવસ: ૧૯૫૭માં પહેલીવાર થયેલી આ શસ્ત્રક્રિયાએ મૂકબધિર બાળકોની (Deaf children) જન્મજાત મુક-બધિરતા નિવારી

Deaf children

મુક-બધિર બાળકોના (Deaf children) જીવનમાં શ્રવણ શક્તિ અને વાણીની ક્રાંતિ આણી

બાળકોના જીવનમાં ક્રાંતિ લાવતી કોકલિયર ઇમ્પ્લાંટ શસ્ત્રક્રિયા ભારત સરકારના એ.ડી.આઈ.પી. પ્રોગ્રામ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવે છે

વડોદરા, ૨૪ ફેબ્રુઆરી: Deaf children: ભારત સરકારના એ.ડી.આઇ.પી.કાર્યક્રમ હેઠળ વડોદરામાં આવેલી સિંઘાનિયા ડેન્ટલ અને ઇએનટી હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે કોકલિયર ઇમ્પ્લાંટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ડૉ. પ્રો. અંકિત સિંઘાનિયાના નેતૃત્ત્વ હેઠળ છેલ્લા ૩ વર્ષ દરમિયાન ૩૦ જેટલા કોકલિયર ઇમ્પ્લાંટ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે માસિક રૂ.૧૫ હજાર સુધીની આવક ધરાવતા વાલીના જન્મ જાત મૂકબધિર બાળકને (Deaf children) આ શસ્ત્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળી શકે છે.

આ પ્રકારની પ્રથમ શસ્ત્રક્રિયા ૧૯૫૭માં થઇ હતી તે પછી કોકલિયર ઇમ્પ્લાંટ પ્રક્રિયા દ્વાર પોલેન્ડના એક સંપૂર્ણ બધિર વ્યક્તિનું પ્રો. હેન્રીક સ્કર્ઝેન્સ્કીએ ૧૬ જુલાઈ ૧૯૯૨માં નિદાન કર્યું હતું. આંતરરાષ્ટ્રિય કોકલિયર ઇમ્પ્લાંટ દિવસ સમગ્ર વિશ્વમાં આ સુવિધા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

દર હજારે ચાર બાળકોમાં જન્મજાત મૂકબધિરતા જોવા મળે છે એવી જાણકારી આપતાં ડો.સિંઘાનિયાએ જણાવ્યું કે બાળક મૂળે જન્મથી બહેરું હોવાથી એને વાચા ફૂટતી નથી. બહેરાશ અને ઓ.એ.ઇ.નો ટેસ્ટ કરીને તેની આ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવે છે.

આ સર્જરી પછી લગભગ બે વર્ષ સુધી બાળકને સ્પીચ થેરાપી આપવી પડે છે. ખાનગી સંસ્થામાં તેનો સ્પીચ થેરાપી સહિત ખર્ચ રૂ.આઠ લાખ થાય છે. ભારત સરકારના ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ આવક મર્યાદાને આધારે લાભને પાત્ર પરિવારોના બાળકોની શસ્ત્રક્રિયા વિના મૂલ્યે કરવામાં આવે છે.

આજે સિંઘાનિયા હોસ્પિટલ ખાતે આ સર્જરીનો લાભ મેળવી શ્રવણ શક્તિ અને વાચા પ્રાપ્ત કરનાર બાળકો અને તેમના માતાપિતા સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જન્મથી મૂકબધિર બાળકોના માતાપિતાને આ સર્જરીના વિકલ્પ અંગે માહિતગાર કરવા આ દિવસ ઉજવવામાં આવે છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે શ્રવણ શક્તિ એ કુદરતનું એવું વરદાન છે જે વાચા આપે છે. તેનો અભાવ જિંદગીને ખૂબ જ પીડાદાયક બનાવે છે. આ સર્જરી આવા બાળકોને સાંભળવા અને બોલવાની શક્તિ આપીને તેમના માટે શક્યતાની એક નવી દુનિયાના દ્વાર ખોલે છે.

આ સર્જરી પ્રમાણમાં ખૂબ સરળ છે, ખૂબ ઓછા કોમ્પ્લિકેશન વાળી છે. અમે બધિરતા મુક્ત વડોદરાના સંકલ્પ સાથે કાર્યરત છે. તેની માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજવામાં આવે છે. રાજ્યના આરોગ્ય વિભાગનો ખૂબ સહયોગ મળે છે. તેમણે ઉપરોક્ત દિવસનો સંદેશ આપતાં કહ્યું કે જન્મથી બહેરું મુંગુ હોય એવા પ્રત્યેક જરૂરિયાતમંદ બાળકને તેનો લાભ મળે એ અમારો સંકલ્પ છે. અમે ભારત સરકારના કાર્યક્રમના પીઠબળથી આ અભિયાન ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટ(Supreme Court)નો ચુકાદોઃ હિન્દૂ મહિલા પિયરમાંથી કોઇને પણ બનાવી શકે છે પોતાની સંપત્તિમાં ઉત્તરાધિકારી