Civil Covid hospital edited

હાલમાં લોકડાઉન અંગે અફવાઓ તદન પાયાવિહોણી છે: મ્યુનિસિપલ કમિશનરશ્રી

12oo bed covid-19 Hospital ahmedabad

અમદાવાદ, ૧૮ નવેમ્બર: મુખ્ય મંત્રીશ્રી ના નેતૃત્વ અને સતત માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા છ મહિનામાં લેવાયેલ શ્રેણીબધ્ધ પગલાંઓના ફળસ્વરૂપે અમદાવાદ શહેરમાં કોરાના સંકમણની પરિસ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં રહેવા પામેલ છે. કોરોનાની સારવાર માટે શહેરમાં હાલ ઉપલબ્ધ હોસ્પિટલ પથારીઓની તથા તેને સંલગ્ન વિવિધ સેવાઓની વિગતવાર સમીક્ષા માટેની બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી મુકેશ કુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં તહેવારોનાં દિવસો દરમ્યાન કેટલાંક શહેરીજનોએ ઘરની બહાર નીકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા ફરવા દરમિયાન માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું વગેરે કોવિડ પ્રોટોકોલની અતિમહત્વની બાબતો સામે દુર્લક્ષ સેવ્યું હતું તેમજ તહેવારોના દિવસો દરમિયાન બહારગામ જવાના તેમજ બહારથી સગા-વ્હાલાં શહેરમાં પ્રવેશવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવરજવર જેવી બાબતોને કારણે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે.

વિસ્તૃત સમીક્ષાના અંતે આ અંગે નીકળી આવેલ મુખ્ય તારણો નીચે મુજબ છેઃ

શહેરમાં ૭ સરકારી હોસ્પિટલો તથા ૭૬ કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ મળીને ૭ર૭૯ પથારીઓ ઉપલબ્ધ છે તે પૈકી હાલમાં ર૮૪૮ પથારીઓ લગભગ ૪૦ટકા) ખાલી છે. હાલમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં ર૩૪૭ અને ખાનગી હોસ્પિટલોમાં ૫૦૧ પથારીઓ ખાલી છે.

હાલમાં ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજયો જેવાકે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ , મહારાષ્ટ્ર વગેરેમાંથી ૫૦૦ કરતા વધુ કોરોના દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.આમ છતાં 53/12 હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અસારવા, સિવિલ હોસ્પિટલ, સોલા, સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલ અન્ય સરકારી હોસ્પિટલો તેમજ ૭૬ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કુલ મળીને પર્યાપ્ત સંખ્યામાં પથારીઓ ઉપલબ્ધ છે.

શહેરમાં કોરોનાની સારવાર માટે વિવિધ સેવાઓ પુરી પડાઈ રહી છે જે માટે ૯૦૦ મોબાઈલ મેડી કલ વાન હાલમાં કાર્યરત છે. જે પૈકી ૫૫૦ કોરોના સંજીવની ઘર સેવા, ૧૫૦ ધનવંતરી મોબા ઈલ મેડીકલ વાન, ૧૦૦ વાન “૧૦૪” સુવિધા માટે તથા ૧૦૦ વડીલ સુખાકારી સેવામાટે વપરાય છે. આમ શહેરમાં પ્રત્યેક અડધા ચોરસ કિ.મી. વિસ્તારમાં મોબાઈલ મેડીકલ વાન ઉપલબ્ધ છે.

Corona Rapid Test Ahmedabad

શહેરમાં ૨૦૦ સ્થળોએ વિના મૂલ્યે કોવિડ ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ છે જેમાં અર્બન હેલ્થ સેન્ટર,
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા સ્થાયી અને મોબાઈલ ટેસ્ટીંગ કિયોસ્કનો સમાવેશ થાય છે. આમ શહેર માં પ્રત્યેક ૨ ચો.કિ.મી. વિસ્તારમાં કોરોના માટેની વિના મૂલ્યે ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ છે. આ ખરેખર એક અજોડ અને નોંધપાત્ર સિધ્ધિ ગણાય કારણ કે દેશના અન્ય કોઈ શહેરમાં આવી
વ્યાપક વિના મૂલ્યે ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ નથી. _

શહેરમાં કોવિડ મેનેજમેન્ટ માટે ર૦૦૦૦ જેટલા કોરોના વોરિયર્સ દિવસ-રાત સેવા આપી રહ્યાછે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વર્કર, મેડીકલ, ડેન્ટલ, ફિઝયોથેરાપી અને નર્સિંગના વિદ્યા ર્થીઓ, તબીબો, પેરા-મેડિકલ સ્ટાફ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરોનો સમાવેશ થાય છે.તદુપરાંત લગભગ ૫૦૦૦ જેટલા હેલ્થ વર્કર શહેરની ૭૬ કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજા વી રહ્યા છે. આમ કુલ મળીને ર૫૦૦૦ કોરોના વોરિયર્સના માનવબળ સાથે અમદાવાદ શહેરમાં પ્રત્યેક ૨૭૫ લોકોની વસતી માટે એક હેલ્થ કેર વર્કર ઉપલબ્ધ છે.

શહેરમાં ૩૦૦૦થી વધુ સર્વેલન્સ ટીમો દરરોજ ૧.૮ લાખ ઘરોનો સર્વે કરીને પ્રતિદિન ૧૦ લાખની વસતીને આવરી લે છે. જુન-૨૦૨૦થી અત્યાર સુધીમાં શહેરની સમગ્ર વસતીને ૧૮ વખત આવરી લેવામાં આવેલ છે. આ પ્રકારના સધન સર્વેલન્સના પરિણામે કોરોના પોઝિટીવ દર્દીઓની વહેલી ઓળખ થઈ શકે છે જેનાથી ઘણા લોકોને કોરોનાના કારણે મૃત્યુથી બચાવી
શકાયા છે.

બેઠકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટીંગ તેમજ” સારવારમાં સતત કાર્યરત કોરોના વોરિયર્સ જેવા કે, ૭ સરકારી અને ૭૬ ખાનગી હોસ્પિટલોના તબીબો, પેરા-મેડિકલ સ્ટાફ, કોર્પોરેશન દ્વારા સંચાલિત અન્ય હોસ્પિલોના હેલ્થ વર્કર, અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સંજીવની સેવા, ટેસ્ટીંગ ટીમ, સર્વેલન્સ ટીમ, ૧૦૪ સેવા અને ધનવંતરી સેવા જેવી વિવિધ
સેવાઓમાં ફરજ બજાવતા તમામ સભ્યોએ જે રીતે નિષ્ઠાપૂર્વક તેમજ સેવા અને સમર્પણ ભાવ થી ફરજ બજાવેલ છે તે તમામની કામગીરીની પ્રશંસાપૂર્વક નોંધ લેવામાં આવી. દિવાળીના તહેવારો દરમ્યાન પણ શહેરીજનોને કોવિડ સારવાર અને તેને સંલગ્ન સુવિધાઓમાં તકલીફ ન પડે તે માટે ફરજ ઉપર હાજર રહેલ કોરોના વોરિયર્સની સેવાઓની બેઠકમાં વિશેષ નોંધ લેવામાં આવી.

હાલમાં સોશિયલ મિડીયામાં ફરીથી લોકડાઉન અંગે જે અફવાઓ ચાલી રહી છે તે તદન પાયા વિહોણી છે. આથી જાહેર જનતાને આવા કોઈ ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાવા જણાવવા માં આવે છે.