leader

મોટા સમાચાર : આ રાજ્ય ના મુખ્યમંત્રી (CM)ની વિકેટ પડી.જાણો કયા રાજ્ય માં તખ્તા પલટ થયો.

CM

અમદાવાદ , ૦૯ માર્ચ: ઉત્તરાખંડમાં થયેલી આપદા પછી હવે મુખ્યમંત્રી (CM) ત્રિવેન્દ્ર સિંહ રાવત ની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. પહેલા તેઓને દિલ્હીનું તેડું આવ્યું હતું જ્યાં તેમની પાસે પ્રાકૃતિક આપદા સંદર્ભે ખુલાસો મંગાયો હતો. ત્યારબાદ તેઓ ઉત્તરાખંડ પાછા પહોંચી ગયા છે અને રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

Whatsapp Join Banner Guj

બીજી તરફ તેમની કેબિનેટમાં શિક્ષણ મંત્રી રહેલા ધન સિંહ રાવત ને લેવા માટે મુખ્યમંત્રીનું (CM) ચોપર પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે હવે નવા મુખ્યમંત્રી ધન સિંહ રાવત હશે.

આ પલટો આજ ને આજ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંચાઈ પર આવેલા પ્રોજેક્ટોને રોકી દીધા હતા. તેમ છતાં મુખ્ય મંત્રીએ (CM) પોતાનો વિશેષ અધિકાર વાપરીને પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. હવે જ્યારે પ્રાકૃતિક આપદા આવી છે ત્યારે ભાજપના નેતા ઉમા ભારતીએ સાર્વજનિક રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. પરિણામ સ્વરૂપ વધુ ખટરાગ ને ટાળવા માટે મુખ્યમંત્રીનું રાજીનામું લેવાયું હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો…181 અભયમ મહિલા હેલ્પલાઇન(181 women helpline)ની ગુજરાતમાં અને વડોદરામાં મહિલા સુરક્ષા ની ઉજ્જવળ કામગીરી