Water supply plant dabhoi 2 edited

૫ ડિસેમ્બરે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે

Water supply plant Dabhoi

વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે

whatsapp banner 1

વડોદરા, ૦૪ ડિસેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા.૫ ડિસેમ્બર-૨૦૨૦ને શનિવારના રોજ બપોરે ૧ કલાકે એપીએમસી મેદાન ડભોઇ ખાતે વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે.

Water supply plant Dabhoi

મુખ્યમંત્રીશ્રી રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-૨નું લોકાર્પણ કરશે. આ યોજના દ્વારા ડભોઇ તાલુકાના ૭૪ ગામો અને ૧૪ નર્મદા વસાહતોની ૮૯ હજાર ઉપરાંત વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૧૮૪.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇન (પેકેજ-૧ અને પેકેજ-૨) યોજનાનું ખાતમુહૂર્ત સંપન્ન થશે. આ યોજના સાકાર થતા વડોદરા તાલુકાના (દક્ષિણ) ૪૯ અને કરજણ શહેર સહિત તાલુકાના ૯૩ અને શિનોર તાલુકાના ૪૧ સહિત ૧૮૩ ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે. મહી નદી આધારિત પાદરા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ ખાતમુહુર્ત મુખ્યમંત્રી શ્રી કરશે. અંદાજે રૂ.૧૬૧.૦૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ યોજના હેઠળ પાદરા શહેર સહિત તાલુકાના ૮૦ અને વડોદરા તાલુકાના ૮ સહિત ૮૮ ગામો અને ૩૪ પરાંઓને પીવાનું શુદ્ધ પાણી મળશે.

Water supply plant Dabhoi

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા, નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, સાસંદ સર્વશ્રી રંજનબેન ભટ્ટ, ગીતા બેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય સર્વશ્રી શૈલેષભાઇ મહેતા, કેતનભાઇ ઇનામદાર, અક્ષયભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ સુખડીયા, મધુભાઇ શ્રીવાસ્તવ, શ્રીમતી મનિષાબેન વકીલ, શ્રીમતી સીમાબેન મોહિલે, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.