Chartered Accountant Group

Chartered Accountant Group: વડોદરાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગ્રુપ ચરિતાર્થ કરી રહ્યું છે અન્ન સેવા દ્વારા પ્રભુ સેવાનો મંત્ર

Chartered Accountant Group; કોરોના લડવૈયા સી.એ. ગૃપ્સ દ્વારા સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓના સ્વજનોની ખૂબ ભાવપૂર્વક થઈ રહી છે ભોજન સેવા

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૭ એપ્રિલ:
Chartered Accountant Group: કોરોના કહેર વચ્ચે સૌ કોઈ પોત પોતાની રીતે કોરોના સામેનો જંગ લડી રહ્યાં છે.તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ દિન રાત કોરોના દર્દીઓ ની સેવા સારવારમાં વ્યસ્ત છે. આ કપરા કાળમાં વડોદરામાં બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૃપ કોરોના સામે એક અનોખી લડાઈ રહ્યું છે. વિચારમાં પડી ગયા ને..ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ તો મોટી મોટી કંપનીઓ, બેન્કો,પેઢીઓની બેલેન્સશીટ બનાવે એ કેવી રીતે કોરોના સામે લડી શકે.

હા, પણ આ વાત સાચી છે.કોરોના કહેર વચ્ચે વિપદાની આ ઘડીમાં બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૃપના (Chartered Accountant Group) સભ્યો શહેરની સયાજી, ગોત્રી અને સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓના બહારથી આવેલા સગા વ્હાલાઓને રાત્રિ ભોજનનો સેવા યજ્ઞ કરી કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગૃપના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષભાઈ બક્ષી જણાવે છે કે અન્ન સેવા દ્વારા પ્રભુ સેવાનો મંત્ર સાકાર કરવા આ અભિયાન ઉપાડયું છે. વડોદરામાં રોજ રાતે આઠ કલાકે કોરોના કર્ફ્યૂ લાગી જાય છે તેવા સમયે વડોદરામાં સારવાર લેતા બહારના દર્દીઓ રાત્રે ભોજન વિના રાત પસાર કરવી પડતી હશે.આ વિચાર મેં અમારા ગૃપમાં મૂક્યો અને સૌએ એકમતે વધાવી લીધો.

Whatsapp Join Banner Guj

મનીષભાઈ કહે છે કે શરૂઆતમાં (Chartered Accountant Group) ગૃપના ૩૪ જેટલા સભ્યોએ આર્થિક સહયોગ કર્યો આજે એમાં ૧૦૦ જેટલા સભ્યો જોડાયા છે એમાંય યુવા ચાર્ટડ એકાઉન્ટન્ટ સભ્યો ઉત્સાહભેર જોડાયા છે.અમારા ગૃપ દ્વારા છેલ્લા ૧૨ દિવસથી સયાજી, ગોત્રી અને સમરસ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા બહારના દર્દીઓના અંદાજે ૩૫૦ ઉપરાંત સગાઓને રાત્રિ ભોજનમાં રોટલી,શાક,છોલે પુરી,કેળા પેકિંગ કરીને આપવામાં આવે છે.જલારામ બાપાની આરતી કર્યા પછી પ્રસાદીરૂપે આ ભોજન સામગ્રી તૈયાર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે મુસ્લિમ બિરાદરોનો હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલે છે.રમઝાનમાં તેઓ રોજા રાખતા હોય છે.મુસ્લિમ ભાઈઓને કેળા, સફરજન આપવામાં આવે છે.આ ઉપરાંત તેઓ ૨૫૦ ગ્રામના પેકેટમાં સુકો નાસ્તો પણ પૂરો પાડે છે.

દરરોજ ૧૦૦ આવી વ્યક્તિઓને રાત્રે ભોજન આપવાનો આ યજ્ઞ આજે ૩૫૦ વ્યક્તિઓ સુધી પહોંચ્યો છે.તેમ જણાવતાં (Chartered Accountant Group) મનીષભાઈ ઉમેરે છે કે હોસ્પિટલ તંત્ર કહેશે અને જરૂર પડશે તો ૫૦૦ વ્યક્તિઓને રાત્રિ ભોજન પુરૂ પાડવાની તેમણે તત્પરતા દર્શાવી છે. મનીષભાઈ કહે છે કે સંપન્ન પરિવારના લોકો આ ભોજન લેતા ખચકાટ અનુભવે છે, પરંતુ તેમને સમજાવીએ છીએ કે રાત્રે કર્ફ્યૂ કોઈ સ્થળે ભોજન નહીં મળે તેવી આજીજી કર્યા બાદ ભોજન પેકેટ લે છે.

ADVT Dental Titanium

લોકોની ખુમારી કેવી છે તેનું ઉદાહરણ આપતા મનીષ ભાઈ જણાવ્યું કે બે દિવસ અગાઉ ગોધરાથી દર્દીના ચાર સગાઓ આવેલાહતા.તેમણે અમારૂ રાત્રિ ફૂડ પેકેટ સ્વીકારવાની ધરાર ના પાડી દીધી. તેમને બે હાથ જોડી વિનંતી કર્યા બાદ ફૂડ પેકેટ તો લીધું પરંતુ પાકીટમાંથી રૂ.૫૦૦ ની નોટ કાઢીને મને આપી. મફતનું કોઈનું ના ખવાય સાહેબ.ભોજન લીધા બાદ એ નાણાં એમણે બળજબરીથી પરત કર્યા અને કહ્યું કે ગોધરામાં જઈ આપ આ નાણાં કોઈ જરૂરિયાતમંદને આપી દેજો. બરોડા ચાર્ટડ એકાઉન્ટન્ટ ગૃપનો (Chartered Accountant Group) નિસ્વાર્થ માનવ સેવાનો આ યજ્ઞ સાચે જ અનુકરણીય અને પ્રેરક છે.

આ પણ વાંચો…ઓકસીજન લેવલ ૯૨ ટકા હોય અને સિટી સ્કેનમાં કોરોનાની અસર ૫૦ ટકા હોય એવા દર્દી સાજા થયા