Awedan patra CA edited

બનાસકાંઠા માં CA ની પત્ની હત્યા કેશમાં (CA wife murder case) આરોપીને સબજેલ ધકેલાયો..

Awedan patra CA edited

CA wife murder case: આરોપીઓ ને ઝડપવા અને કડક સજા કરવા આવેદનપત્ર અપાયું..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૨ ફેબ્રુઆરી:
બનાસકાંઠા ના થરાદ હાઇવે પર કાપરા ગામ પાસે અકસ્માત કરી હત્યા કરનાર આરોપી CA લલિત ટાંક ના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને સબજેલમાં ધકેલાયો છે જ્યારે અન્ય આરોપીને ઝડપવા એલ સી બી પોલીસ કામે લાગી છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા ના લાખણી પાસે ગેળા હનુમાનજી ના દર્શન કરવા 26 ડીસેમ્બર ના રોજ પગપાળા ડીસા ના જાણીતા સી એ લલિત ટાંક (CA wife murder case) અને તેમની પત્ની દક્ષાબેન જતા હતા જે સમયે કાપરા ગામ પાસે સ્વીફ્ટ ગાડીએ દક્ષાબેન ને ટક્કર મારતા દક્ષાબેન નું ઘટના સ્થળે મોત થયેલ અને બાદમાં ભીલડી પોલીસ ની તપાસમાં અકસ્માત સર્જવા તેના પતિ એ પ્લાન બનાવ્યો હોવાનું ખૂલતા પોલીસ એ આરોપી સી એ લલિત ટાંક ને ઝડપી પાડેલ

અને વધુ તપાસ માટે લાખણી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ એ છ દિવસના રિમાન્ડ મંજુર કરેલ જોકે રિમાન્ડ દરમ્યાન આ તપાસ એલ સી બી ને સોંપેલ જેથી પોલીસ એ તપાસ દરમ્યાન અનેક પુરાવા એકઠા કરેલ અને રિમાન્ડ પૂર્ણ થતાં લાખણી કોર્ટમાં રજૂ કરેલ જયારે કોર્ટ એ આરોપી સી એ લલિત ટાંક ને સબજેલમાં ધકેલી દીધેલ.જોકે હવે પોલીસ ફરાર આરોપીઓ ને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

CA police costudy
file pic

સી એ લલિત ટાંક ને કડક સજા થાય અને ફરાર આરોપીઓ જલ્દી જડપાય જે માટે માળી સમાજ ના અગ્રણીઓ સહિત હિન્દૂ સમાજના આગેવાનો એ પાલનપુર કલેકટર કચેરી કચેરીએ અને જિલ્લા પોલીસ વડાની કચેરી એ આવેદનપત્ર આપેલ અને રાજકીય વગ કે પૈસા ન જોરે આરોપી છૂટી ન જાય તે માટેની માંગ કરી હતી સાથે જો આરોપીઓ નહિ ઝડપાય તો આવનાર સમય માં તાલુકા મથકે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે હવે પોલીસ ફરાર આરોપીઓ ને કેટલા સમયમાં ઝડપે છે તે જોવાનું રહ્યું..

આ પણ વાંચો…રાજ્સયભા(Rajyasabha)માં નાણાંમંત્રી બજેટને લઇને આપ્યું મહત્વનું નિવેદન, સાથે જ વિપક્ષને આપ્યા જવાબ