Voter Talala

ચલાલા ખાતે ૯૫ વર્ષીય દિવાળીબેન અને ૯૭ વર્ષીય લાલજીભાઈ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

અહેવાલ: સુમિત ગોહિલ, અમરેલી

અમરેલી, ૦૩ નવેમ્બર: ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે ચલાલા ખાતે ૯૫ વર્ષીય દિવાળીબેન કેશુભાઈ ભંડેરીએ અને ૯૭ વર્ષીય લાલજીભાઈ ભગવાનભાઇ કાકડિયાએ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે.

whatsapp banner 1

૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કોવીડ-૧૯ ની તમામ ગાઇડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો.

મતદાન મથકે આવતા તમામ મતદારોને સૌપ્રથમ સેનિટાઇઝરથી હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. અને હેન્ડ ગ્લોવ્ઝથી જ મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન કર્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝનો કચરાપેટીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, સમગ્ર મતદાનની પ્રક્રિયા ખુબ જ સુરક્ષિત રીતે હાથ ધરવામાં આવી હતી.