Ambaji Sports complex 9

Ambaji Sports complex: જીલ્લા રમત ગમત વિભાગ ના સત્તાધીસો ની બેદરકારી ના કારણે આ સંકુલ ધૂળ ખાતું પડ્યું છે

Ambaji Sports complex: તસ્વીરમાં જુઓ સતાધીસો ની બેદરકારી ના કારણે આ સંકુલ ધૂળ ખાતું પડ્યું છે જેના બારી બારણા પણ તૂટી ગયા છે

અંબાજી માં રાજ્ય સરકાર ના રમત ગમત અને યુવા સંસ્કૃતિક પ્રવૃત્તિ ના વિભાગ નુ લાખો રૂપિયા ના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ (Ambaji Sports complex) બનાવામાં આવ્યું હતું પણ જીલ્લા રમત ગમત વિભાગ ના સત્તાધીસો ની બેદરકારી ના કારણે આ સંકુલ ધૂળ ખાતું પડ્યું છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૭ ફેબ્રુઆરી:
બનાસકાંઠા જીલ્લા નું દાંતા તાલુકો મહતમ આદિવાસી વિસ્તાર છે ને આ આદિવાસી વિસ્તાર ના વિદ્યાર્થીઓ રમત ગમત અને સંસ્કુર્તિક ક્ષેત્રે રાજ્ય અને દેશ માં નામ ઉજ્વળ કરે તે માટે યાત્રાધામ અંબાજી માં રાજ્યસરકાર ના રમત ગમત અને યુવા સંસ્કૃતિક પ્રવૃત્તિ ના વિભાગ દ્વારા લાખો રૂપિયા ના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ (Ambaji Sports complex) બનાવામાં આવ્યું હતું પણ જીલ્લા રમત ગમત વિભાગ ના સતાધીસો ની બેદરકારી ના કારણે આ સંકુલ ધૂળ ખાતું પડ્યું છે જેના બારી બારણા પણ તૂટી ગયા છે

Whatsapp Join Banner Guj

અંબાજી ગબ્બર જવાના માર્ગ ઉપર કન્યા વિદ્યાલય ની પાછળ ના ભાગે કરોડો રૂપિયા ની જમીન ઉપર સરકાર દ્વારા ૨૦૧૨ ની વર્ષ માં વિશાળ સ્પોર્ટ્સ સંકુલ (Ambaji Sports complex) બનવાની શરૂઆત કરી હતી જે 2014 માં તૈયાર થઇ જતા બનાસકાંઠા જિલ્લા રમતગમત વિભાગે કબ્જો મેળવ્યો હતો અને ત્યારબાદ આજદિન સુધી કોઈજ ગતિવિધિ આ સંકુલ માં જોવા મળી નથી ને લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલ સ્પોટ્સ સંકુલ આજે ધૂળ ખાતું પડ્યું છે

એટલું જ નહીં આ સ્પોર્ટ્સ સંકુલ દૂર જંગલ માં એંકાત વિસ્તાર માં હોવાથી ત્યાં જવું પણ મુશ્કેલ બને તેવી જગ્યા સ્પોર્ટ્સ સંકુલ ઉભું કરવા માટે જગ્યા ની પસંદગી કોને કરી હશે ને સા માટે લાખો રૂપિયા નો ખર્ચ કરાયો હશે તે એક પ્રશ્ન બની રહ્યો છે આ સંકુલ સરકાર ની રમતગમત પ્રેમીઓ પ્રત્યે ઉચ્ચ ભાવના હોવા છતાં બાળકો તેનો લાભ લઈ સકતા

આ સ્પોર્ટ્સ સંકુલ માં લાખ્ખો રુપીયા ના વીજ ઉપકરણો સહીત ની સામગ્રી ધુળખાતી પડી છે જોકે આ સંકુલ ખાસ કરી ને શહેરી વિસ્તાર માં રહેતા બાળકો જંગલ ની મોજ માણી શકે સાથે યોગ સહીત ની શિબીરો કરે તેમાટે બનાવવામાં આવ્યુ છે પણ અહી ના પ્રોજેક્ટ ઓફીસર અકબર ખાન ઘાસુરા ના જણાવ્યા અનુસાર આ (Ambaji Sports complex) સ્પોર્ટ્સ સંકુલ માં 100 જેટલા શિબીરાર્થીઓ ને આઠ રાત દિવસ રાખવા હોય છે પણ તેમના પાણી ની વ્યવસ્થા નથી એટલુજ નહી આ સંકુલ અંતરીયાળ વિસ્તાર માં હોવાથી જંગલી જાનવરો નો ડર હોવાથી અહી કોઈ આવતુ ન હોવાથી આ પરીસ્થિતી સર્જાઈ છે

જોકે આ સ્પોર્ટ્સ સંકુલ નિર્માઁણ રાજ્ય સરકાર ના રમત ગમત અને યુવા સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓ ના વિભાગ દ્રારા કરવામાંઆવ્યુ છે ને જેનુ સંચાલન જીલ્લા રમત ગમત અધિકારી બનાસકાંઠા ના ઓ દ્રારા કરવામાં આવે છે પણ અધિકારીઓ પણ આ સ્પોર્ટ્સ સંકુલ (Ambaji Sports complex) બાબતે નિરસ હોય તેમ અંબાજી ની મુલાકાત દરમ્યાન સંકુલ ની મુલાકાત પણ કરતા નતી અને માત્ર માતાજી ના દર્શન કરી પરત ફરી જતા હોવાની રાવ ઉઠી છે હવે જોવુ એ રહ્યુ સરકાર આ બાબતે યોગ્ય પગલા ફરશે કે પછી લાખ્ખો રુપિયા પાણી માં જશે……….

આ પણ વાંચો…યાત્રા ધામે જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ તારીખે ખુલી રહ્યા છે બદ્રીનાથ(Badrinath) ધામના કપાટ