Ahmedabad – Dhanbad: અમદાવાદ થી ધનબાદ માટે વન-વે સ્પેશિયલ ટ્રેન

Ahmedabad – Dhanbad: આરક્ષણ 01 મે 2021 થી તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

અમદાવાદ , ૩૦ એપ્રિલ: Ahmedabad – Dhanbad: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ધનબાદ વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ 02 મે 2021 (રવિવાર) ના રોજ (એક ટ્રીપ) ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે:-

Whatsapp Join Banner Guj
  • ટ્રેન નંબર 09419 અમદાવાદ-ધનબાદ (Ahmedabad – Dhanbad) સુપર ફાસ્ટ સ્પેશિયલ (વિશેષ ભાડા સાથે)

ટ્રેન નંબર 09419 અમદાવાદ-ધનબાદ વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ 02 મે 2021 (રવિવાર) ના રોજ અમદાવાદ થી સવારે 10:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:15 કલાકે ધનબાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, ઝારસુગુડા, રાઉરકેલા, રાંચી અને બોકારો સ્ટીલ સીટી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સીટિંગ માટે રિઝર્વ કોચ રહેશે.

ટ્રેન નંબર 09419 નું પેસેન્જર આરક્ષણ 01 મે 2021 થી તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરો ટ્રેનો ની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનો ના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો…Tejas express: તેજસ એક્સપ્રેસ 31 મે સુધી રદ રહેશે.

ADVT Dental Titanium