KIIT 2 1

ક્યૂ.એસ.સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પહેલી યુનિવર્સિટી બની KIIT

KIITએ ચાર કેટેગરીમાં ઉત્તમ 5 અંક પ્રાપ્ત કર્યા અને શેષ કેટેગરીમાં 4 અંક મેળવી સંપૂર્ણ રીતે ફાઈવ સ્ટાર રેટિંગ સુનિશ્ચિત કરી..

ભુવનેશ્વર, ૩૦ એપ્રિલ: KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ સિસ્ટમથી “ફાઈવ સ્ટાર રેટિંગ” મેળવનારી પહેલી ભારતીય યુનિવર્સિટી બની ગઈ છે. રેટિંગ પરિણામ 27 એપ્રિલ 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું. ક્યૂ. એસ. ક્વેક્વેરલી સાઈમન્ડ્સ લિમિટેડના એક એકમ, ક્યૂ.એસ.ઈન્ટેલિજેન્સની 8 કેટેગરીમાં સંકેતકો (ઈન્ડીકેટર્સ)ની એક મર્યાદામાં સ્વતંત્ર અને અણીશુદ્ધ માહિતી સંગ્રહ અને પ્રદર્શન મેટ્રિક્સના વિશ્લેષણ બાદ KIITને ફાઈવ સ્ટાર સંસ્થા તરીકે પ્રમાણિત કરી દેવાઈ, જે મહત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રેટિંગ આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે.

KIIt

રેટિંગ એક્સસાઈઝે વિશ્વભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું, જે આઠ કેટેગરીમાં ઉત્કૃષ્ટતાના પૂર્વ સ્થાપિત વૈશ્વિક બેન્ચમાર્ક જેવા કે શિક્ષણ, રોજગાર, શૈક્ષણિક વિકાસ, અંતરરાષ્ટ્રીયકરણ, ઓનલાઈન લર્નિંગ, સંશોધન, સમાવેશ અને કમ્પ્યૂટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક વિશેષ માપદંડ છે.

Whatsapp Join Banner Guj

KIITએ ચાર કેટેગરીમાં ઉત્તમ 5 અંક પ્રાપ્ત કર્યા અને શેષ કેટેગરીમાં 4 અંક મેળવી સંપૂર્ણ રીતે ફાઈવ સ્ટાર રેટિંગ સુનિશ્ચિત કરી..

ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યૂનિટ પણ પ્રતિષ્ઠિત ક્યૂ. એસ. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગને સંકલિત કરે છે. જોકે, ક્યૂ. એસ. સ્ટાર રેટિંગ સિસ્ટમ મહત્ત્વપૂર્ણ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સની એક વિસ્તૃત શ્રેણીમાં યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. જે પૂર્વ સ્થાપિત અંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે છે. કોઈપણ વિશ્વ રેન્કિંગ એક્સર્સાઈઝની તુલનામાં વ્યાપક માપદંડોને કવર કરીને, સિસ્ટમ રેટેડ સંસ્થાની ઉત્કૃષ્ટતા અને વિવિધતા બંને પર પ્રકાશ પાડે છે.

kiit

હજુ ગયા સપ્તાહે જ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ 2021માં KIITના વિશ્વ સ્તર પર 201+ રેન્ક પ્રાપ્ત કરી હતી. બે પ્રમુખ ગ્લોબલ યુનિવર્સિટી રેન્કિંગ અને રેટિંગ એક્સર્સાઈઝમાં એક બાદ એક પ્રભાવશાળી સ્થાન મેળવવા માટે KIIT ડીમ્ડ યુનિવર્સિટીને અંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ ધપાવાઈ છે. જેને ભારત સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ ટેગ પણ અપાયો છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા “વર્કપ્લેસ ઑફ ધ યર” કેટેગરીમાં KIIT “એવોર્ડ્સ એશિયા 2020″ની વિજેતા પણ છે.

આ સિદ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરતા KIIT અને KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “વર્ષ 2004 બાદથી ક્યૂ. એસ. વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંકલનકર્તા ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યુનિટ દ્વારા સંચાલિત ક્યૂ. એસ. સ્ટાર્સ રેટિંગ સિસ્ટમ દ્વારા KIITને તેની ઉત્કૃષ્ટતા અને વિવિધતાના આધારે ફાઈવ સ્ટાર્સ ઈન્સ્ટીટ્યૂશનનો દરજ્જો અપાયો છે. અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન યથાવત રાખવાનો સંકલ્પ કરીએ છીએ”

આ પણ વાંચો…Corona infected: ડો. યતીન દરજી કહે છે, રસી લીધા બાદ પણ જો કોરોના સંક્રમિત થશો તો રિકવરી ઝડપથી આવશે વાંચો વધુમાં શું કહ્યું તબીબે…

ADVT Dental Titanium