અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં છેલ્લા પાંચ દિવસ થી ફોરેસ્ટ ને હાથતાળી આપતો દીપડો પાંજરે પુરાયો

વહેલી સવારે જહાજ પર આંટા ફેરા મારતો દીપડો નજરે ચઢતા બેભાન કરી પાંજરે પુરવામાં સફળ રહી વનવિભાગ ટીમ

ભાવનગર,01 એપ્રિલ 2020 રિપોર્ટ-દિનેશ મકવાણા

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 153 માં ૨૫.એપ્રિલ નાં રોજ રાત્રી નાં સમયે જહાજમાં દીપડો ઘુસ્યા ની જાણ વનવિભાગ ને કરવામાં આવતા દીપડાને પાંજરે પુરવા ફોરેસ્ટ ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવેલ.છેલ્લા પાચ દિવસ થી જહાજ માં ઘુસી ગયેલો દીપડો ફોરેસ્ટ ટીમ ને હાથતાળી આપી નાસતો ફરતો હતો.નાસતા ફરતા દીપડાને આજે વહેલી સવારે પાંજરે પુરવામાં ફોરેસ્ટ ની ટીમ ને સફળતા મળી હતી.

img 20200501 wa00201895635001514006822
img 20200501 wa00185566574035704151182

ભાવનગર જીલ્લા નાં અલંગ શીપ યાર્ડ માં ૨૫.એપ્રિલ નાં રોજ પ્લોટ નંબર ૧૫૩ માં રેહલ જહાજ પર રાત્રી નાં સમયે કોઈ વન્યજીવ ની ચહલપહલ દેખાતા પ્લોટમાં કાર્યરત ચોકીદાર અજીત સિંહ તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા સાથે રહી જહાજ પર લાઇટો કરી હતી અને દીપડો હોવાનું જણાઈ આવતા સ્ટાફ દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવતા વનવિભાગ ની ટીમ અલંગ ખાતે દોડી આવી હતી.
વનવિભાગ ની ટીમ દ્વારા જહાજ પર જઈ તપાસ હાથ ધરતા જહાજ પર દીપડો જ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.જહાજ પર આવી ચડેલ દીપડાને પકડવા વનવિભાગ ની ટીમ દ્વારા જહાજ પર એક પાંજરું મુકવામાં આવેલ.પરંતુ દીપડો પાંજરે પુરાવાના બદલે વનવિભાગ ટીમ ને હાથતાળી આપી નાસતો ફરતો જહાજ પર આંટા ફેરા મારી રહ્યો હતો.છેલ્લા ત્રણ દિવસ થી દીપડો નહિ દેખાતા વનવિભાગ ટીમ દીપડો નાશી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું.તેમ છતાં પણ વનવિભાગ ટીમ દ્વારા દીપડા ને પકડવા રેસ્ક્યુ ચાલુ રાખવામાં આવેલ.

છેલ્લા પાંચ દિવસ થી જહાજ પર આવી ચડેલ દીપડો વનવિભાગ ટીમ ને હાથતાળી આપી આંટા ફેરા મારતો દીપડો આજે વહેલી સવારે જહાજ પર દેખાતા વનવિભાગ ટીમ દ્વારા દીપડાને બેભાન કરી પાંજરે પુરવામાં સફળતા મળી હતી.દીપડો પાંજરે પુરતા વનવિભાગ ની ટીમ તેમજ પ્લોટ પર કામ કરતા કારીગરો એ હાશકારો અનુભવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે અત્યાર સુધી અલંગ શીપ યાર્ડ ખાતે આવતા જહાજો પર દીપડો જહાજ પર આવ્યો હોવાની ઘટના એ પહેલી ઘટના સામે આવી હોય.