Adani seflt week 1

અદાણી હજીરા પોર્ટ(Adani Hazira Port) દ્વારા ‘રાષ્ટ્રીય સલામતી સપ્તાહ’ની ઉજવણી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૦૬ માર્ચ:
નેશનલ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે અદાણી હજીરા પોર્ટ (Adani Hazira Port) દ્વારા ‘રાષ્ટ્રીય સલામતી સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કારીગરોમાં સેફટી વિશેની જાગૃતતા વધે તે માટે ટૂલ બોક્સ ટોક અને પ્રશ્નોત્તરીનું આયોજન કરી વિજેતા કારીગરોને ઈનામ વિતરણ કરાયું હતું. સાથોસાથ પોર્ટ પર ઉપસ્થિત કારીગરો અને ડ્રાઈવરોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. પોર્ટ પર દરેક સ્થળ ઉપર સેફટી પોસ્ટર લગાવવામાં આવ્યા આવ્યાં હતાં.

Whatsapp Join Banner Eng

કર્મચારીઓ પોતાના કામ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ડો. યુ.કે.ચક્રવર્તી દ્વારા આપત્તિ સમયના નિવારાત્મક પગલાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી. પોર્ટ (Adani Hazira Port) પર સુરક્ષા સેતુ કાર્યક્રમ દ્વારા પોર્ટના દરેક વિભાગના કર્મચારીઓને તેમની સાથે થયેલા અનુભવોની ચર્ચા કરવામાં આવી. તેની સાથે અનુપસ્થિત કર્મચારીઓ માટે સેફટી સ્ટાર લાઈવ ઓનલાઈન સ્પર્ધામાં નેશનલ સેફટીના વિષય ઉપર પ્રશ્નોત્તરી યોજાઈ હતી.

આ પ્રસંગે શ્રી પ્રણવ ચૌધરી, સી.ઓ.ઓ જયરાજ, સેફટી વિભાગના વડાશ્રી રૂપેશ જાંબુડી અને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ-સુરત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…બનાસકાંઠા જિલ્લા ની સૌથી મોટી ગણાતી પ્રાથમિક શાળા માં ફાયર સેફટી (Fire Safety)નો અભાવ….