JMC office

જામનગર મહાનગરપાલિકા કોન્ટ્રાકટર બેઝ કર્મચારીઓના શરણે…

JMC Office 5

૧૦૦ કરોડના વિકાસના કામોમાં ૧૫૦ કાયમી કર્મચારીઓની ખામી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૭ ઓક્ટોબર: જામનગરમાં હાલ ચાલી રહેલા સો કરોડથી વધુના વિકાસ કાર્યો હાલ ટેકનિકલ સ્ટાફમાં વર્ક આસીસ્ટન્ટોથી ઇજનેરો સુધીના 150 કાયમી કર્મચારીઓની કમીના કારણે કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓ મારફત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કામની ગુણવત્તાનો પ્રશ્ર્ન સર્જાય તેવી ભીતિ સર્જાઇ છે. કારણ કે સંખ્યાબંધ સ્થળોએ માત્ર કોન્ટ્રાટરના ભરોસે કામ પણ ચાલી રહ્યું છે.

whatsapp banner 1

જામનગર શહેરમાં સ્ટેન્ડીંગ કમિટિની બહાલી બાદ શહેરમાં ગઢની રાંગવાળા ગીચ વિસ્તારોમાં ભુગર્ભ ગટરના શિવર કનેકશનના બાકી રહેતા રૂા.32.49 કરોડના કામો, વોટર વર્કસ શાખા હસ્તક રૂા.9 કરોડના ખર્ચે પંપ હાઉસ નવિનીકરણનું કામ, મહાનગરપાલિકાના સિવિલ વિભાગ હસ્તકના ઇસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટ્રલ એમ પાંચેય ઝોનમાં જુદા જુદા વોર્ડોના સભ્યોની ગ્રાન્ટના રૂા.7 કરોડના સીસી રોડના, સીસી બ્લોકના તેમજ અન્ય ગ્રાન્ટોમાંથી રોડ રસ્તાના કામો, રૂા.30 કરોડના રેલ્વે ઓવર બ્રીજના રૂા.6 કરોડના એમ કુલ 100 કરોડથી વધારેના કામો ગતિમાં છે.

JMC office

હાલ મહાનગરપાલિકાની લાઇટ, વોટર વર્કસ, ટીપીઓ, એસ્ટેટ, પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ, સોલીડવેસ્ટ સહિતની ટેકનીકલ શાખાઓમાં 4 કાર્યપાલક ઇજનેર, 10 લાખ ઇજનેર, 19 જુનિયર ઇજનેર, 64 અધિક મદદનીશ ઇજનેર અને 53 વર્ક આસીસ્ટન્ટ મળીને કુલ 150 જગ્યાઓ ખાલી છે. શહેરના વિકાસ કાર્યોને ન્યાય આપવા હાલ ટેકનીકલ બ્રાન્ચોમાં મહાનગરપાલિકા દ્વારા 110 જેટલા કોન્ટ્રાકટ બેઇઝ સ્ટાફની ભરતી કરવામાં આવી છે. જેના દ્વારા શહેરમાં હાલ ચાલતા વિકાસ કાર્યો અને મેન્ટેનન્સના કામોની દેખરેખ કરાવવામાં આવે છે. પરંતુ આ રીતે કામ રોળવવાથી વિકાસ કાર્યોની કવોલીટી જળવાશે ? તે એક પ્રશ્ર્ન ઉઠયો છે.

આ પણ વાંચો: જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન

******

loading…