old age jmc

Sakhi One Stop Center: કોરોના કાળમાં નિ:સહાય પથારીવશ ઘરડી માં માટે સંતાનની ભૂમિકા અદા કરતું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર

Sakhi One Stop Center: સૌ સગા વહાલાઓએ મદદ માટે હાથ ઊંચા કર્યા ત્યારે “સખી” વન સ્ટોપ સેન્ટરે પહેલ કરી અશક્ત વૃદ્ધા માટે આશ્રય અને સારવારની નક્કર વ્યવસ્થા કરી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૨ મે
: Sakhi One Stop Center: શહેરના સામાજિક કાર્યકર્તા ધર્મિષ્ઠા બહેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જાણ કરવામાં આવેલ કે શહેરના સાધના કોલોની વિસ્તારમાં આશરે ૬૧ વર્ષની ઉંમરના વૃદ્ધા રહે છે. જે શારીરિક રીતે ખુબ જ અશક્ત છે તેમજ પેરાલિસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે અને પથારીવશ છે. તેમજ તેમની સારસંભાળ લેવા વાળું કોઈ ન હોઈ અને પોતે વિધવા છે તેમજ તેમને કોઇ સંતાન પણ ન હોઈ તેમની કાળજી લેવા તથા અન્ય જગ્યાએ આશ્રયની વ્યવસ્થા કરી આપવા અંગે જાણ કરી હતી.

ઉપરોક્ત સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વૃદ્ધાને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર (Sakhi One Stop Center) ખાતે લાવવામાં આવ્યા હતા. સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા વૃદ્ધાના સગા વ્હાલા અને પરિવારના અન્ય સભ્યોની માહિતી મેળવવામાં આવી હતી. તેમના સગા સબંધીઓ સાથે સંપર્ક કરતા કોરોનાની સ્થિતિને લઈ કોઈ સાથે રાખી શકે તેમ નથી તેમ જણાવાયું હતું અને વૃદ્ધાની સંભાળ લઈ શકે એવી કોઈ સંસ્થામાં પ્રવેશ અપાવી દેવા જણાવવામાં આવેલ.

Whatsapp Join Banner Guj

કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા દ્વારા આ બાબતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ આશ્રય સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો. એવામાં મોરબી જિલ્લાના યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટ માનવ કલ્યાણ સંસ્થાએ પ્રવેશ આપવાની તૈયારી દર્શાવતા આ વૃદ્ધાને ત્યાં મોકલવા માટે કોરોના રિપોર્ટ કરાવવો જરૂરી છે તેમ જણાવેલ.

તેથી જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કમ્પાઉન્ડમાં જ કાર્યરત કોરોના ટેસ્ટિંગ સાઇટમાં વૃદ્ધાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે રિપોર્ટ નેગેટિવ આવતા જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર (Sakhi One Stop Center) દ્વારા વૃદ્ધાને મોરબી ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી અને તેમને આશ્રય તેમજ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

આ સમગ્ર પ્રક્રિયામાં સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા, અને કેસ વર્કર આશાબેન પુંભડિયા તેમજ જામનગરમાં મહિલાઓ માટે સેવા આપતા સામાજિક કાર્યકર લિલુબેન મોઢવાડીયાએ જહેમત ઉઠાવી હતી અને વૃદ્ધાને યોગ્ય જગ્યાએ આશ્રય અપાવવાની સંવેદના સભર કામગીરી બજાવી હતી.

આ પણ વાંચો…Corona Vaccine: કોરોનાની રસીને લઇને, કેન્દ્ર સરકારે નક્કી કર્યા કોટા- જાણો કોને મળેશે કેટલી વેક્સિન?

ADVT Dental Titanium