Vaccination 1

health care: કોરોના વેક્સિન લેતા પહેલા અને પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો, વાંચો આ જરુરી માહિતી

health care: જો તમને કોઈ પણ દવાથી એલર્જી હોય, તો તમારે કોરોના રસી લેતા પહેલા ડોક્ટરને કહેવું જ જોઇએ. રસીકરણ પહેલાં સારી રીતે ખાવું મહત્વપૂર્ણ છે

હેલ્થ ડેસ્ક, ૨૫ મેઃ health care: કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક છે. જેના માટે સરકાર લોકોને વેક્સિન લેવાની અપીલ કરી રહી છે. સરકારે જાહેરાત કરી છે કે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે. આવી સ્થિતિમાં, કોરોના રસી લેતા પહેલા અને પછી શું સાવચેતી રાખવી જોઈએ, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં રસી લેતા પહેલા અને રસી લીધા બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જણાવું ખૂબ જરુરી છે.

કોરોના રસી લેતા પહેલા શું કરવું?
health care: જો તમને કોઈ પણ દવાથી એલર્જી હોય, તો તમારે કોરોના રસી લેતા પહેલા ડોક્ટરને કહેવું જ જોઇએ. રસીકરણ પહેલાં સારી રીતે ખાવું મહત્વપૂર્ણ છે એટલે કે તંદુરસ્ત આહાર કરવો અને પુષ્કળ ઊંઘ લેવી એકદમ જરૂરી છે. જો તમે રસી લેતા પહેલા બેચેની અનુભવતા હોય તો કૃપા કરીને ડોકટરોની સલાહ લો.

Whatsapp Join Banner Guj

આ લોકોએ વિશેષ કાળજી લેવી જોઈએ
health care: ડાયાબિટીઝ અથવા બ્લડ પ્રેશર વાળા લોકોને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. કેન્સર સાથે લડતા દર્દીઓ, અને ખાસ કરીને કેમોથેરેપી કરનારાઓએ રસી લેતા પહેલા તેમના ડોકટરની સલાહ લેવી જ જોઇએ. જેમને કોરોના સારવાર તરીકે પ્લાઝ્મા અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝ મળી છે, તેઓએ રસી લેતા પહેલા ડોક્ટરની સલાહ લો. છેલ્લા દોઢ મહિનામાં કોરોનામાં ચેપ લગાવનારા લોકો માટે રસી લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

રસીકરણ પછી તરત શું કરવું?
રસીકરણ કેન્દ્ર પર રસી લીધા કર્યા પછી ત્યાં થોડોક સમય બેસવું જોઈએ, કારણ કે તમને કોઈ ગંભીર સમસ્યા થાય તો તરત જ નિરાકરણ લાવી શકાય.

આ બાબતોનું ધ્યાન રાખો
શરીરના જે ભાગ પર રસી લાગુ કરવામાં આવી છે તેના પર દુખાવો થવો સામાન્ય છે. આથી ડરશો નહીં. આ રસી લાભકર્તાને તાવ લાવી શકે છે. તેને લઈને કાંઈ પણ ચિંતા કરવાની વાત નથી. કેટલાક લોકોને શરદી અને થાક જેવી કેટલીક અન્ય આડઅસરોનો અનુભવ પણ થઈ શકે છે. આ બધી આડઅસરો થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જાય છે.

રસી લીધા પછી શું કરવું?
જો તમે રસી લીધી હોય, તો એવું ન માનો કે તમને હવે કોરોનાથી ચેપ લાગશે નહીં. નિષ્ણાતો હંમેશા કહેતા આવ્યા છે કે આ રસી ચેપથી નહીં પણ ગંભીર માંદગી સામે રક્ષણ આપે છે. તેથી રસી લીધા પછી પણ કોરોના નિવારણના નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. આમાં માસ્ક પહેરવા, છ ફૂટનું સલામત શારીરિક અંતર રાખવું અને હાથ ધોવા શામેલ છે.

આ પણ વાંચો…Railway workers are proud: પશ્ચિમ રેલવે ની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો રેલવે કર્મચારીઓ ને ગર્વ