Vadodara cpllector 2

વડોદરા કલેકટરે વરસાદી વાતાવરણને અનુલક્ષીને તાલુકાઓની પરિસ્થિતિ ની કરી વિગતવાર સમીક્ષા

Vadodara cpllector

પ્રાંત અધિકારીઓ અને તાલુકા મામલતદારો સાથેની વિડિયો કોનફરન્સ માં કોવિડ વિષયક તકેદારીઓ સાથે જરૂરિયાતના પ્રસંગે લોકોના સ્થળાંતર માટેની સુસજ્જતા સહિતની બાબતોનું આપ્યું માર્ગદર્શન

તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં ઉપસ્થિત રહેવા કરી તાકીદ

Vadodara cpllector 2

વડોદરા,૧૪ ઓગસ્ટ:જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ તેમજ નદી,તળાવો અને નાળાઓ પાણીની આવક ના અનુસંધાને તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકાઓના મામલતદારો સાથે વિડિયો કોન્ફરન્સ થી સંવાદ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને પ્રત્યેક ગામમાં તલાટીની ઉપસ્થિતિ નેઅનિવાર્ય ગણાવતાં,અધિકારીઓ અને કર્મચારીઓ હેડ ક્વાર્ટર ના છોડે તેની તાકીદ કરી હતી. તેમણે તાલુકા સ્તરના તમામ નિયંત્રણ કક્ષો સતત ચાલુ રાખવા અને અધિકારીઓ દ્વારા આ બાબતમાં ક્રોસ ચેકીંગ કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં દવાઓની ઉપલબ્ધિ સહિતની બાબતોમાં સૂચનાઓ આપી હતી.

ઉલ્લેખનિય છે કે કોવિડ ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને તાલુકાઓને પી.પી.ઇ.કીટ,પલ્સ ઑક્ષિમિતર,માસ્ક, સેનીટાઈઝર, ડિસ ઇન્ફેક્શન મટીરીયલ નો જથ્થો આપવામાં આવ્યો છે તેની ખરાઇ કરી લેવા તેમણે જણાવ્યું હતું.નિર્ધારિત આશ્રય સ્થાનોને સાફ સફાઈ સાથે સુસજ્જ કરી લેવા જણાવવાની સાથે,અસરગ્રસ્તો ને ખસેડવાની જરૂર પડે તો કોવિડ ને લગતી તકેદરીઓને અનુસરી અને આપવામાં આવેલી સાધન સામગ્રીઓ નો સમુચિત ઉપયોગ કરી સલામત રીતે આ કામગીરી કરવાનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ખાસ કરીને જિલ્લાના દેવ,વિશ્વામિત્રી,ઢાઢર,નર્મદા જેવી નદીઓના કાંઠે આવેલા ગામોમાં વિશેષ તકેદારી રાખવા અને અધિકારીઓને આ ગામોની મુલાકાત લઈ નિરીક્ષણ કરી લેવા સૂચના આપી હતી.જિલ્લાના તળાવો અને કાંસો પર ધ્યાન આપવા જણાવ્યું હતું.આરોગ્ય વિષયક તકેદારીઓ પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ માર્ગદર્શન આપ્યું હતું.નિવાસી અધિક કલેકટરશ્રી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,સિંચાઇ વિભાગના અધિકારીઓ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના અનુસંધાને બનાવવામાં આવેલી વિવિધ સમિતિઓ તેમજ પ્રત્યેક તાલુકા માટે નીમવામાં આવેલા નોડલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.