EARTHQUAKE

સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા, જાણો ક્યાં અનુભવાયા આંચકા

EARTHQUAKE

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું.

અમદાવાદ, ૩૦ નવેમ્બર: સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. બે આંચકા તાલાલા અને એક આંચકો મોરબીમાં નોંધાયો છે. બીજો ભૂકંપનો આંચકો તાલાલામાં વહેલી સવારે 5.52 કલાકે 2.0ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.

whatsapp banner 1

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર હતું. ત્રીજો ભૂકંપનો આંચકે સવારે 6.57 કલાકે મોરબીમાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું.