અમદાવાદમાં ક્રોમા સહિત અનેક સ્ટોર એસ્ટેટ વિભાગે કર્યા સીલ

Croma Store Gujarat High Court

અમદાવાદ, ૨૯ નવેમ્બર: ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોરને સીલ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. તેના જ કારણે ક્રોમા સ્ટોર સહિત 6 યુનિટોને સીલ કરી દંડ ફાટકરાયો છે. પંજાબ ઓટોમોબાઇલ્સ સાયન્સ સીટી, જય ભવાની, કારગિલ ચાર રસ્તા, ખુશી મોબાઈલ શોપ, ગુરુકુલ રોડ, સંજીવની હોસ્પિટલ, ભુયગદેવ ચાર રસ્તાને સીલ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.50,000 દંડ કરાયો છે.

whatsapp banner 1

અમદાવાદ શહેરમાં કોરોના સતત વધી રહ્યું છે, ત્યારે મનપાના એસ્ટેટ વિભાગએ કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોના મોટા બજારો કે જ્યાં લોકો એકત્રિત થતા હોય છે ત્યાં કાર્યવાહી કરીને યુનિટો સીલ કરાઇ રહ્યા છે.