JMC Ram mandir dan 1

છોટીકાશી જામનગરમાં સંતો- મહંતો દ્વારા રામમંદિર માટે રૂપિયા ૧૬,૬૬,૬૬૫ નું અનુદાન આપવામાં આવ્યું

JMC Ram mandir dan
  • છોટીકાશી જામનગરમાં સંતો- મહંતો દ્વારા રામમંદિર માટે નિધિ અર્પણ કરાય
  • ધાર્મિક સંપ્રદાય દ્વારા કુલ રૂપિયા ૧૬,૬૬,૬૬૫ નું અનુદાન આપવામાં આવ્યું

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૨ જાન્યુઆરી
: અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિર માટે છોટીકાશી જામનગરમાં રામ જન્મભૂમિ તીર્થ સ્થાન નિર્માણ નિધિ સમિતિ જામનગરને જામનગરના વિવિધ સંપ્રદાય દ્વારા નિધિ અર્પણ કરવામાં આવી હતી.

જામનગરના ખીજડામંદિર માં યોજાયેલા એક કાર્યક્રમમાં ખીજડામંદીર ના મહંતશ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા રૂ. ૫,૫૫,૫૫૫ નું અનુદાન, આણદાબાવા સેવા સંસ્થા ના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા રૂ.૫,૫૫,૫૫૫ નું અનુદાન, મોટી હવેલીના મહંતશ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા રૂ.૫,૫૫,૫૫૫ નું અનુદાન મળી ને કુલ રૂપિયા ૧૬,૬૬,૬૬૫ નું યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

આ તકે સમિતિના ભરતભાઇ ફલિયા, ભરતભાઇ મોદી, મનોજ ભાઈ અડાલજા, જ્ઞાનેન્દ્રસિંહ અને વ્રજલાલભાઈ પાઠક વિગેરે ઉપસ્થિત રહી નિધિ સ્વીકારી હતી. સંતો- મહંતો દ્વારા જિલાના લોકોને મુક્તમને ખુલા હાથે નિધિમાં યોગદાન આપી આ મહા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદ સિવિલ ખાતે રસીકરણનો ત્રીજો દિવસઃ અત્યાર સુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો, કોઇને આડઅસર થઇ નથી!