Dudhsagar dairy Ashok chaudhari edited

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિજેતા થયેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે

Dudhsagar dairy Ashok chaudhari edited

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે
દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિજેતા થયેલા પરિવર્તન પેનલના સભ્યો અનેપેનલના અગ્રણી શ્રી અશોકભાઇ ચૌધરી

મુખ્યમંત્રીશ્રીએ નવા નેતૃત્વમાં દૂધ સાગર ડેરી સહકારી ડેરી ઊદ્યોગ ક્ષેત્રે
નવા વિકાસ સીમાચિન્હો હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવી

Whatsapp Join Banner Guj

ગાંધીનગર, ૦૬ જાન્યુઆરી: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત દૂધ સાગર ડેરીની તાજેતરની ચૂંટણીમાં વિજેતા થયેલા પરિવર્તન પેનલના સભ્યોએ વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં લીધી હતી. દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં આ વખતે પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થતાં આ પેનલના અગ્રણી અને ડેરીના નવા વરાનારા ચેરમેન શ્રી અશોક ભાઇ ચૌધરી સહિતના વિજયી સદસ્યો ગાંધીનગર આવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રી સાથે શુભેચ્છા-સૌજન્ય મૂલાકાત કરી હતી.

Dudhsagar dairy Ashok chaudhari 2


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. પ૮૦૦ કરોડ જેટલું માતબર ટર્ન ઓવર ધરાવતી આ દૂધ સાગર ડેરી ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે આર્થિક આધારનો આગવો સ્ત્રોત છે તેની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દૂધ સાગર ડેરીનો વ્યાપ અને વિકાસ ગાથા આ નવા વરાયેલા ચેરમેન અને હોદ્દેદારોના સહયોગ ભાવથી વધુ વિસ્તરી સહકારી ડેરી ઊદ્યોગ ક્ષેત્રે નવા સિમાચિન્હો પ્રસ્થાપિત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ વેળાએ માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઇ ચૌધરી અને ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..હોંગકોંગ સ્થિત માતા-પુત્રી અને મુંબઇ સ્થિત નાની સહિત ત્રણેય એક સાથે સંયમનો માર્ગ અપનાવશે