Surat district: જાણો… સુરત જિલ્લાના કઈ કઈ કચેરીઓ ક્યાં સુધી બંધ રહેશે…

Surat district: સુરત શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓના જનસેવા/ઈ-ધરા કેન્દ્રો તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૩૦મી એપ્રિલ સુધી બંધ રહેશે

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૧૫ એપ્રિલ:
Surat district: કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતા નિવારક પગલાઓ બાબતે જિલ્લાકક્ષાએ પુરતી તકેદારી રાખી જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા આવશ્યક કામગીરી હોય તેના સિવાય મુલાકાતીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધની સુચનાઓ આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

જેને ધ્યાને લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.ધવલ પટેલે એક પરીપત્ર દ્વારા સુરત શહેર અને જિલ્લામાં (Surat district) કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા તથા તકેદારીના ભાગરૂપે લોકોની ભીડ એકત્ર ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા જન સેવા/ઈ-ધરા કેન્દ્રો તથા પુરવઠા કચેરી હસ્તકની તમામ પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૧૬/૪/૨૦૨૧ થી તા.૩૦/૪/૨૦૨૧ સુધી જાહેરહિતમાં બંધ કરવામાં આવી છે.

ADVT Dental Titanium

જે તે કામગીરી માટે આવશ્યક સંજોગોમાં સંબધિત મામલતાદરનો સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત જિલ્લા કલેકટર કચેરી તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ખાતે અતિ આવશ્યક સંજોગો સિવાય અરજદારની મુલાકાત પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો…જામનગર શહેરમાં વિવિધ 4 વેક્સિનેશન કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું