CM Jamnagar

Jamnagar: સીએમ અને ડેપ્યુટી સીએમ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ

Jamnagar: છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ખાતેના જામનગર શહેરની પણ સ્થિતિ કપરી જોવા મળી રહી છે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૭ એપ્રિલ
: Jamnagar: જામનગર ની કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે.

Whatsapp Join Banner Guj

ત્યારે હાલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર (Jamnagar) કલેક્ટર ઓફીસ ખાતે પહોંચ્યા છે જેમની સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, જામનગર જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા એસપી દીપેન ભદ્રન, કેબિનેટ મંત્રી આર.સી.ફરડુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિત જીલા ના તમામ અધિકારીઓ હાલ ઉપસ્થિત છે અને બેઠક શરૂ કરવામાં આવી છે. હાલ કલેક્ટર કચેરી ખાતે કોરોના સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી.

ADVT Dental Titanium

આ પણ વાંચો…લોકપ્રિય તમિલ એક્ટર(Tamil actor Vivek) વિવેકે ચેન્નઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, ઇન્ડસ્ટ્રીમાં શોક મગ્ન