CM Vijay rupani Thumnail

જાણો કોરોનાની વેકસીનને લઈને મુખ્યમંત્રી શું કર્યું ખુલાશો..

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રી શ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર પણ બને તેટલી વ્હેલી વેકસીન આવી જાય તેમજ તે બને એટલી પારદર્શીતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં વિચારાધિન છે.શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સંભવત: આ વેકસીન વિતરણ માટે ચાર સ્ટેજ બનશે. પ્રથમ સ્ટેજમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે ડૉકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, હોસ્પિટલોના સ્ટાફ વગેરેને આવરી લેવાશે.

whatsapp banner 1

દ્વિતીય સ્ટેજમાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇ કર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે તેમજ ત્રીજા સ્ટેજમાં પ૦ વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા સ્ટેજમાં પ૦ વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબીડ એટલે કે અન્ય બિમારી ઓથી પીડિત લોકોને આવરી લેવાશે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ પ્રારંભિક ચર્ચા-વિચારણાઓ છે પરંતુ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેકસીન અંગેની વિતરણ વ્યવસ્થા થશે.