Screenshot 20201106 091737 1

દિલ્લી પછી મહારાષ્ટ્રમાં પણ દિવાળીમાં ફટાકડા પર બંદી

Screenshot 20201106 091737

અમદાવાદ, ૦૬ નવેમ્બર: દિલ્હી માફક મહારાષ્ટ્રમાં પણ ફટાકડા પર બંધી લગાવવા સંદર્ભે રાજ્ય સરકાર ગંભીર રીતે વિચારી રહી છે.ફટાકડા ફોડવાને કારણે પેદા થતું પ્રદૂષણ તેમજ મોટા અવાજો કોરોનાથી બીમાર પડેલા લોકો પર વિપરીત અસર થઈ શકે છે તેમજ જે લોકો કોરોના થી બચવા માગે છે તેમની માટે પણ તકલીફ જનક પરિસ્થિતિ પેદા થશે. આ સંદર્ભે આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે આગામી કેબિનેટની મિટિંગમાં ફટાકડા પર પ્રતિબંધ સંદર્ભે નિર્ણય લેવામાં આવી શકે છે. કોરોના ને કારણે મુંબઇ અને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ અસામાન્ય છે આ ઉપરાંત ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ હોવાને કારણે કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને રાજેશ કે પોતે તેનું કામકાજ સંભાળી રહ્યા છે.આ પરિસ્થિતિમાં રાજેશ ટોપે એ કહ્યું કે કેબિનેટમાં તેમના દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.