Banner Pooja

સમાજમાં ન જાણે કેટલીય દીકરીઓ (Daughters) સાથે થઇ રહ્યાં છે દુષ્કર્મ, પરંતુ કેસ ફાઇલમાં…..

Daughters, Pooja shrimali

એ ગામની એક દલિત સમાજની છોકરી (Daughters) જે રોજની જેમ તે તેના પરિવાર સાથે ખેતરે ઘાસ કાપવા માટે ગઈ હતી. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ પણ તે સવાર ના નવ વાગ્યાની આજુબાજુ તેની માતા અને ભાઈ સાથે ખેતરમાં ઘાસ કાપવા ગઈ હતી. તેનો ભાઈ ઘાસ કાપીને ઘાસની એક ગડરી મુકવાં ઘરે ગયો, તે સમયે વીજળી આવતા તેનો ભાઈ ગાય ભેંસોને પાણી પીવડાવવાં થોડી વાર માટે ઘરે જ રોકાયો. એ સમયે પેલી છોકરી અને તેની માતા ખેતરમાં હતાં.

છોકરીની માતા ઘાસ કાપતી હતી અને તે છોકરી ઘાસ ભેગું કરી રહી હતી. ત્યાંર બાદ છોકરીની માતા ઘાસ કાપતી કાપતી બીજી તરફ ઘાસ કાપવા ગઈ. તે સમયે અમુક લોકોએ પેલી છોકરીને પકડીને બળજબરીથી ખેતરના બીજા છેડા તરફ લઈ ગયાં અને તેના ઉપર કથિત રૂપથી દુષ્કર્મ ગુજાર્યા. ઘંણી વાર સુંધી માતાને જ્યારે તેની પુત્રી દેખાઈ નહિ એટલે તે તેને સોધતી સોધતી ખેતરનાં બીજા છેડે આવી. ત્યાં તેમની છોકરી બેભાન હાલતમાં મળી.તેના મો માંથી લોહી નીકઢતું હતું, તે લોહી માં લધપધ હતી.

પોતાની પુત્રીની આવી હાલત જોઈને તે માતા ખુબ ગભરાઈ ગઈ. તે તરત બૂમો પાડવાં લાગી. તેની બૂમો સાંભળીને બાજુના ખેતરમાં કામ કરી રહેલી એક બહેન અને તેનો દિકરો ત્યાં આવ્યાં. પેલા સ્ત્રીએ જોયું કે તે છોકરી બેભાન પડી છે એટલે તેમણે પોતાના દિકરાને જઈને આજુબાજુ કશેથી પાણી લઈ આવવાં કહ્યું. તે છોકરીની માતાએ ત્યાંથી એક નાનો છોકરો જતો હતો તેને પોતાના છોકરાને જે ઘરે ગયો હતો તેને જલ્દી ખેતરે આવે તેની બહેનની તબિયત ખરાબ છે તેમ કહેવા કહ્યું. પેલો છોકરો દોડતો દોડતો પેલી છોકરીના ભાઈ પાસે ગયો અને તેને જલ્દી ખેતરે જવા કહ્યું. એટલે પેલો ભાઈ દોડીને તેના ખેતરમાં ગયો.

ખેતર માં એક ટોળું ભેગુ થયેલું હતું અને તેની બહેન બેભાન પડી હતી અને તેના મો માંથી લોહી નીકળતું હતું. તેણે ફટાફટ તેની બહેન ને ઊઠાવી અને બાઈક ઉપર લઈ સીધો પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જઈને એણે FIR લખવાં કહ્યું, પણ એ સમયે પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારી હાજર નહતાં, ફક્ત એકલા જ પોલીસ સ્ટેશનમાં હતાં. પેલા ભાઈએ એક કોન્સ્ટેબલને અરજી લખવાં કહ્યું ત્યારે કોન્સ્ટેબલે પેલા ભાઈને કાગળ આપી જાતે જ અરજી લખવા કહી દીધું.

Daughters

એ સમયે પેલી છોકરી બેભાન હતી, છંત્તા પોલીસ સ્ટેશનમાં કોઈએ પણ આ વાતને ગંભીરતાથી લીધી નહિ. પેલા ભાઈએ અરજી લખીને આપી પછી કોન્સ્ટેબલને કહ્યું, કે તેઓ એમની પોલીસવેન માં છોકરીને (Daughters) હોસ્પિટલ મુકવાં આવે જેથી એ છોકરીની સારવાર જલ્દી શરૂ થાય. પણ પેલા કોન્સ્ટેબલે કહ્યું જેમ અંહી લઇ ને આવ્યાં એમ હોસ્પિટલ લઈ જાઓ. એટલે પેલા ભાઈ તે બેનને બાઈક ઉપર જ લઈને હોસ્પિટલ ગયાં. હોસ્પિટલમાં તેને તરત જ દાખલ કરીને સારવાર ચાલું કરી.

તેનું ચેકઅપ કર્યું ત્યારે ખબર પડી કે તેની જીભ કાપી કરોડરજ્જુ તોડી નાખવામાં આવ્યું છે. આ વાત જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયાં. તે છોકરી હોશમાં આવી પછી એણે એની સાથે થયેલી સમગ્ર ઘટના ઈશારામાં તેની માતાને કહી. તે આ વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયાં. તેમણે આ વાત બહાર જઈને બધાંને કહિ, બધાં જ આ વાત સાંભળીને ચોકી ગયાં.

એટલે પછી ડૉક્ટરે એના રિપોર્ટ કર્યા. રિપોર્ટ આવ્યાં ત્યારે આ વાત સાચી સાબિત થઈ. સૌ કોઈ આ વાત જાણીને ખુબ જ હેરાન હતાં. તેની સાથે આવું દુષ્કર્મ થયું હોવાથી આ એક પોલીસકેસ બની ગયો હતો, પણ ઉત્તરપ્રદેશની પોલીસે આમા કોઈ કાર્યવાહી કરી નહિ. તે છોકરી (Daughters)ની તબિયત વધારે બગડતા તેને દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, અને સિયાસત ગરમાઈ ત્યારે પોલીસ એક્શનમાં આવી. ૧૪ સપ્ટેમ્બરે જ્યારે આ ઘટના થઈ એ દિવસે તે છોકરી બે પાનામા પોતાનું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું હતું, અને તેના આધાર ઉપર એક આરોપીની તેજ દિવસે ધરપકડ કરી લીધી હતી.

ADVT Dental Titanium

ધીરે ધીરે આ કેસે એક વિકરાળ રૂપ ધારણ કરી લીધું. લોકોને જેમ જેમ આ કેસ ની ખબર પડી તેમ તેના ન્યાય માટે આગળ આવવાં લાગ્યાં. સમય વીતતા આ કેસની ગુંજ દરેક સમાચાર પત્રોમાં અને ન્યુઝ ચેનલોમાં પહોચી ગઈ. થોડા જ વખતમાં રાજકારણીઓ પણ આ કેશને લઈને વિપક્ષો ઉપર સવાલ ઊઠાવવાં આવી ગયાં, અને પછી આ કેસ પર સિયાસત ચાલું થઈ ગઈ. આ બધાંની વચ્ચે બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પછી જાણવાં મલ્યું કે ચાર આરોપીઓ માનો એક ફરાર છે,

એટલે પોલીસતંત્ર એ તપાસ હાથ ધરી. ૨૬ સપ્ટેમ્બરે પોલીસે ચોથા આરોપીને પણ તેની મોબાઈલ લોકેશનની મદદથી ઝડપી પાડ્યો અને તેની ધરપકડ કરી. એ સમયે તે છોકરી (Daughters) માટે આખો દલિત સમાજ એક થીઈ ગયો હતો. એવા સમયમાં ૨૬ સપ્ટેમ્બરના રોજ એ છોકરીએ દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્ચાસ લીધાં, અને પોતાના જીવનને અને પરિવારને અલવિદા કહી આ દુનિયા માંથી ચાલી ગઈ.

વધારે પડતા સવાલો તો ઉત્તરપ્રદેશની સરકાર ઉપર ઊભા થયા હતાં. એના ભાઈએ પોલીસતંત્ર ઉપર આરોપ લગાડ્યો કે, એની બેનનું મૃત્યું થયું તો તેની લાસને તેના પરિવારને ન સોપતા પોલસે જાતે જ તેના ઉપર કેરોસીન નાંખીને સંળગાવી દીધી અને પરિવારને તેના અંતિમ સંસ્કાર ન કરાવાઓ દેવાયા. જોકે પોલીસતંત્ર અને પ્રસાશને આ વાત નકારી દીધી હતી. દેશભર માંથી લોકો એ છોકરી (Daughters)ના ન્યાય માટે આગળ આવ્યાં, દરેક જગ્યાએ રોડપ્રદર્શન કરવામાં આવ્યાં, કેન્ડલમાર્ચ નીકાળવામાં આવ્યાં. દરેક ની બસ એક જ માંગ હતી કે આ દલિતની છોકરીને કંઈ પણ કરીને ન્યાય મળે. તે છોકરીના મૃત્યું પછી આ કેસ હાઈકોર્ટમાં દાખલ કરાયો. કોર્ટમાં આરોપીના પરિવાર તરફથી છોકરીના પરિવાર ઉપર જ ઊલટો આરોપ લગાવવામાં આવ્યો.

Protest

કોર્ટમાં કેસ દાખલ થતાં એમાં તપાસ ચાલું થઈ. આ કેસના ચારે આરોપીઓ પોલીસની હિરાસતમાં જ હતાં, એટલે અવે જરૂર હતી એમના તરફેણમાં સબુતની. હાઈકોર્ટમાં કેસનો ચુકાદો આવે ત્યાં સુંધી છોકરીના ઘર-પરિવાર અને આખાં ગામને પોલીસની એક નાની છાવણીમાં ફેરવી નાખ્યું,કે જેથી તેના ઘરે જવાં માટે પહેલાં મેટલ ડિટેક્ટિવથી પસાર થવું પડે, ઘરની બહાર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યાં, તેના ઘરનાં કોઈ વ્યક્તિ કોઈ કાવતરાનો શિકાર નાં બને તે માટે ઘરના દરેક સભ્ય માટે બે-બે પોલીસકર્મીઓ તેનાત કરાયાં. મહિલાઓ માટે પણ મહિલા પોલીસકર્મી ને પણ તેનાત કરાઈ હતી. અમુક સુત્રો દ્ધારા જાણકારી મળી હતી તે અનુસાર આ પોલીસકર્મીઓ પરિવારનાં સભ્યોને તે સમયે પણ સાથે રહેતા જ્યારે તે બાથરૂમ જતાં. આવી સુરક્ષા છોકરીનાં પરિવાર માટે મુશ્કેલી બની.

Whatsapp Join Banner Guj

આવી સુરક્ષાથી છુટકારો મેળવવાં માટે ઈલાહબાદની હાઇકોર્ટમાં અપીલ કરી. અરજીમાં કહેવાયું કે પોલીસ અને પોલીસ પ્રસાશનનાં પ્રતિબંધોનાં કારણે છોકરીના પરિવારજનો કેદ જેવું અનુભવે છે. લોકોને મળવાં અને પોતાની વાત ખૂલીને કહેવાની છૂટ આપવાની પણ માંગણી અરજીમાં કરી હતી. જે લોકો છોકરીના પરિવારને મળવાં તેમના ઘરે જાય તેમને રજિસ્ટરમાં પોતાનું નામ, ફોન નંબર અને રહેવાનું સ્થળ કે સંસ્થાનું નામ આપવું પડતું. સાદા કપડામાં હમેંસા પોલીસ ચોકી કરતી.ગામ માં જ એક સીઓ, ઈન્સ્પેકટર, બે મહિલા કર્મી, અને ૨૧ કોન્સ્ટેબલ તેનાત કરવામાં આવ્યાં હતાં.

બને એટલો કડક બંદોબસ્ત રાખવામાં આવતો હતો.જેથી કંઈ બીજી દુર્ઘટના ના બને.
આ કેસ અજી પણ હાઇકોર્ટમાં ચાલી રહ્યોં છે. પણ એ પણ બીજા કેસોની જેમ ફાઈલોમાં જ દબાઈને રહી ગયો છે. ખબર નહિં એનો ચુકાદો ક્યાંરે આવસે, અને દોષીઓને ક્યાંરે સજા થસે. લોકો તો ધીરે ધીરે આ કેસ પણ ભુલવાં લાગ્યાં છે, કોઈક ઘટના બને એટલે થોડો સમય એના માટે લડવાનું, પ્રદશન કરવાનું, અને પછી ભૂલી જાય. બસ આ જ ચાલ્યાં કરે, પણ દરેકે જરૂર છે ધ્યાન રાખવાની કે કોઈ છોકરી સાથે આવું ના બને. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…Anant patel ni kalame: હળવી શૈલીમાં લેખ- કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…